કોરોના વાયરસની ત્રીજી લહેર બાળકો માટે ઘણી ઘાતક બની શકે છેઃનીતી પંચ

નવીદિલ્હી: કોરોના વાયરસની ત્રીજી લહેર બાળકો માટે ઘણી ઘાતક બની શકે છે. દિલ્હીના હોસ્પિટલોની હાલત જાેઈને આ સ્થિતિનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સરકારે ચેતવણી આપતા કહ્યું છે કે કોરોના વાયરસની અસર ભલે હજી સુધી બાળકો પર નથી થઈ, પણ વાયરસમાં અને મહામારીની ગતિમાં બદલાવ આવી શકે છે. અને તેના કારણે તેની અસર વધી શકે તેમ છે. સાથે જ સરકારે કહ્યું છે કે અમે આ સ્થિતિનો સામનો કરવા માટેની બધી જ તૈયારી શરૂ કરી દીધી છે. કોરોના વાયરસની ત્રીજી લહેર બાળકો માટે ઘણી ઘાતક બની શકે છે. દિલ્હીના હોસ્પિટલોની હાલત જાેઈને આ સ્થિતિનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેના સંદર્ભે જરૂરી સાધનો, દવાઓ,આઇસીયુ બેડ અને સામગ્રીઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે.
નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું કે, “અમે તમને ફરી આશ્વાસન આપીએ છીએ કે દેશમાં બાળ ચિકિત્સકોની સાથે સાથે કોઈ પણ સાધનો કે દવાની અછત નહીં વર્તાય.” આગળ તેમણે કહ્યું કે હાલમાં જે સ્થિતિ છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે અને જાે સ્થિતિ વધુ પડતી બગડી જાય તો શું શું જરૂરિયાત ઊભી કરવી પડશે તથા કેવી રીતે તેનો અમલ કરવો તે બધી જ તૈયારી ચાલુ છે. તેમણે કહ્યું કે બાળકોમાં હાલ મલ્ટી સિસ્ટમ ઇનફલોમેંટરી સિન્ડ્રોમ દેખાઈ રહ્યો છે. બાળકોમાં ફેલાતા સંક્રમણમાં સામે આવતી જટિલ સમસ્યાની નિદાન કરવા માટે એક રાષ્ટ્રીય સમૂહ રચવામાં આવ્યો છે.
પોલે વધુમાં કહ્યું કે, “કોરોનાથી ઠીક થયા બાદ પણ કેટલાક બાળકોને ફરીથી તાવ આવે છે તેવા ઘણા કેસો સામે આવ્યા છે, આંખોમાં પણ સોજા આવી જય છે, ઝાડા, ઊલટીના કેસો પણ સામે આવ્યા છે, જેને મલ્ટી સિસ્ટમ ઇનફલોમેંટરી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તેમણે છેલ્લે કહ્યું કે કોરોના સંક્રમણ બાળકોમાં વધશે તો લગભગ દેશના ૨ થી ૩ ટકા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવું અનુમાન છે.