Western Times News

Gujarati News

પરચુરણ કેસોના કારણે કોર્ટનો સમય વેડફાઈ રહ્યો છેઃ સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમારી પાસે ફાલતુ કેસો આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને પગલે જે મહત્વપૂર્ણ કેસો છે તેની સુનાવણી રહી જાય છે. ગ્રાહક સુરક્ષા કેસની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે આ નિવેદન આપ્યું હતું.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને એમ આર શાહની બેંચે કહ્યું હતું કે અમારી પાસે આજની સુનાવણી માટે જે પણ કેસોની યાદી છે તેમાં ૯૫ ટકા ફાલતુ કેસો છે. જ્યારે કાલે અમારે કોરોના મહામારી અંગે સુનાવણી કરવાની છે. પણ આ પ્રકારના ફાલતુ કેસો અમારો સમય બરબાદ કરી રહ્યા છે. આમ થવાથી ન્યાયપાલિકા નિષ્ક્રિય સિૃથતિમાં જતી રહે છે જે યોગ્ય નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિનજરૂરી કેસોને કારણે અમારો સમય વેડફાય છે અને ખરેખર જે રાષ્ટ્રીય હિતના કેસો છે તેની સુનાવણી માટે અમારી પાસે સમય નથી બચતો. માર્ચ મહિનામાં જ સુપ્રીમ કોર્ટે જે કેસનો નિકાલ કરી દીધો હતો તે જ કેસ ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચતા આ નિવેદન આપવામાં આવ્યું હતું.

ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે મારે કોરોના મહામારી અંગેના કેસનો ચુકાદો આપવાનો હતો પણ આજે મે જે કેસો જાેયા તેમાં મોટા ભાગના બિનજરૂરી છે. કોઇ પણ કેસના ચુકાદા પહેલા અમારે ઘણી ફાઇલો વાચવાની હોય છે. આમા અમારો સમય વેડફાય છે અને જરૂરી કેસોનું ભારણ વધતું જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.