Western Times News

Gujarati News

કોવિડ-19થી ગ્રાહકોમાં જાગૃતિ આવતા રેલિગેર હેલ્થ ઇન્સ્યોરન્સે વિસ્તૃત હેલ્થ વીમાકવચનું સમર્થન કર્યું

અમદાવાદ, કોવિડ-19 પરિવર્તન માટે પ્રેરકબળ તરીકે કામ કરતો હોવાથી અને લોકો હેલ્થ વીમાકવચ માટે વિવિધ વિકલ્પો વધુને વધુ ચકાસી રહ્યાં હોવાથી રેલિગેર હેલ્થ ઇન્સ્યોરન્સ (આરએચઆઇ)એ વિસ્તૃત હેલ્થ વીમા પોલિસીઓ માટેની જરૂરિયાતો પૂર્ણ કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તમાન સ્વાસ્થ્ય સંબંધિત અભૂતપૂર્વ કટોકટી વચ્ચે હેલ્થ વીમાનું મહત્ત્વ વધી રહ્યું છે, ત્યારે સ્વતંત્ર ધોરણે હેલ્થ વીમા ક્ષેત્રમાં વાર્ષિક ધોરણે 40 ટકાની વૃદ્ધિ થઈ છે. આ વૃદ્ધિ હેલ્થ વીમાની પહોંચને વધુ વેગ આપશે. દુનિયામાં હેલ્થકેર માટેની જરૂરિયાતો પૂર્ણ કરવા પોતાની બચતમાંથી ઊંચો ખર્ચ ધરાવતા દેશોમાં ભારત સ્થાન ધરાવે છે.

 હાયપરટેન્શન, ડાયાબીટિસ, કેન્સર અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગો જેવી અન્ય સંભવિત જીવલેણ જીવનશૈલીની બિમારીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આરએચઆઇએ વિસ્તૃત હેલ્થ વીમાકવચ પ્રસ્તુત કર્યું છે. ઉપરાંત ચેપી રોગો માટે પણ ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓના ખર્ચમાં વધારો વિસ્તૃત હેલ્થ વીમાકવચની જરૂરિયાત વ્યક્ત કરે છે.

 આ જરૂરિયાતો પૂર્ણ કરવા રેલિગેર હેલ્થ ઇન્સ્યોરન્સ વિવિધ વિસ્તૃત વીમાકવચ પૂરાં  પાડે છે, જેમાં બેઝિક હોસ્પિટલાઇઝેશન (કેર); ઊંચી વીમાકૃત રકમના વિકલ્પો (કેર એડવાન્ટેજ); પીઇડી માટે વીમો, જેમાં ઇન્સ્યુલિન-નિર્ભર ડાયાબેટિક્સ (કેર ફ્રીડમ); પોસ્ટ-કાર્ડિયાક ઇવેન્ટ/ઇન્ટરવેન્શન ઇન્સ્યોરન્સ (કેર હર્ટ) વગેરે વીમાકવચો સામેલ છે, જેમાં વેલનેસ અને વીમાના તમામ ફાયદા સામેલ છે.

 આરએચઆઇના પ્રવક્તાએ નવી સંસ્થાગત કામગીરીઓ સમજાવતાં કહ્યું હતું કે, કોરોનાવાયરસ રોગચાળો હેલ્થ વીમાની જરૂરિયાત ન સમજતા લોકો માટે અનપેક્ષિત અને વીમાનું મહત્ત્વ સમજવા પ્રેરિત કરે એવી ઘટના બની ગયો છે. કોવિડ-19ને કારણે પ્રત્યક્ષ રીતે અને અન્ય એટલી જ જીવલેણ બિમારીઓની ઉપેક્ષા કરવાથી પરોક્ષ રીતે બિમારી અને મૃત્યુદરમાં વધારો થયો હોવાથી હેલ્થ વીમાની જરૂરિયાત વધારે સ્પષ્ટ થઈ ગઈ છે.

કોવિડ-19 સાથે સંબંધિત સારવાર ઉપરાંત હેલ્થ વીમાકવચ અન્ય લાંબા ગાળાની બિમારીઓથી વ્યક્તિઓ અને તેમના પરિવારજનોને સુરક્ષાકવચ પ્રદાન કરે છે, જેમાં અનપેક્ષિત અને પોસાય નહીં એવા તબીબી ખર્ચા થાય છે અને જેના પરિણામે લાખો વીમાસુરક્ષાથી વંચિત લોકો નાણાકીય તંગીનો સામનો કરે છે તથા તેમને જીવનમાં લાંબા ગાળાનું નુકસાન થાય છે.

સદનસીબે અત્યારે વિવિધ હેલ્થ વીમાકવચ અને દરેક કન્ઝ્યુમર સેગમેન્ટ માટે કસ્ટમાઇઝ સોલ્યુશન ઉપલબ્ધ છે. એટલે અમે ગ્રાહકોને તેમની  હેલ્થકેરની ચોક્કસ જરૂરિયાતો મુજબ ઉચિત વીમાકવચ પસંદ કરવા અપીલ કરીએ છીએ. આ આપણા દેશમાં આવશ્યક છે, જ્યાં રિટેલ હેલ્થ વીમાની પહોંચ ફક્ત 3 ટકા છે અને પોતાની બચતમાંથી હેલ્થકેરનાં ખર્ચનો હિસ્સો આશરે 65 ટકા છે.

 કોવિડ-19 રોગચાળા પછી હેલ્થ વીમા ઉત્પાદનો વિશે જાગૃતિ વધતા આરએચઆઇએ વિસ્તૃત વીમાકવચ પ્રસ્તુત કર્યા છે. સમગ્ર ભારતમાં હેલ્થકેરના વધારે સારાં પરિણામોને પ્રોત્સાહન આપવા હેલ્થ વીમાના મહત્ત્વને ધ્યાનમાં રાખીને કંપની વિસ્તૃત હેલ્થ વીમા પોલિસીઓના લાંબા ગાળાના ફાયદા વિશે લોકોની જાગૃતિનો લાભ લેવો મહત્ત્વપૂર્ણ હોવાનું માને છે. ઉપરાંત મોટા નોકરિયાત વર્ગ માટે રોગચાળાથી પ્રેરિત આવકમાં નુકસાન જવાની પૃષ્ઠભૂમિમાં હેલ્થ વીમાની ભૂમિકા સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ પણ પ્રકારની કટોકટીમાં મહત્ત્વપૂર્ણ બની શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.