ક્વોરીની હડતાલથી રાજ્યમાં ગ્રીટ કપચીની અછતને કારણે મોટા પ્રોજેક્ટો અટક્યા
બ્લેક સ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝની હડતાળથી બનાસકાંઠાની તમામ ક્વોરીઓ બંધ- ક્વોરી સંચાલકોના પડતર પ્રશ્નો નહીં સ્વીકારાતા હડતાળ પર ઉતરી ગયા
અમીરગઢ, દાંતા તાલુકા વિસ્તારના બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડ્સ્ટ્રીઝ સંચાલકો ૧ લી મે થી પડતર પ્રશ્નો ન સ્વીકારાતા હડતાળ પર ઉતરી ગયા છે. દાંતા ભેમાળ અને વીરમપુર ક્વોરી એસોસીએેશન સાથે સંકળાયેલી ક્વોરીઓના માલિકો હડતાળ ઉપર ઉતરેલા છે. રાજ્યમાં નાના મોટા તમામ બાંધકામને આ હડતાલની મોટી અસર પડી છે.
જેમાં સરકારની રોજની રોયલ્ટીની આવક બંધ થઈ છે. ક્વોરી માલિકીઓે જણાવ્યુ હતુ કે સરકારમાં ખાડા માપણી, રોયલ્ટી ક્વોરી ઝોન સહિતની જુદી જુદી માંગણીઓ પેન્ડીંગ છે જેને લઈને હડતાળ પર ઉતર્યા છીએ. આ અંગેેે વધુ વિગતો આપતાં અમારા બનાસકાંઠા જીલ્લાના સંવાદદાતા હરેશ જી. જાેષી પાલનપુરનો અહેવાલો જણાવે છે કેે ભેમાળ ક્વોરી એસોસીએશનમાં આવતા તમામ એકમોમાં ફરજ બજાવતા તમામ સ્ટાફને રજા આપી દેવાઈ છે.
આ ઉપરાંત ૧પ૦૦ મજુર ૧પ૦૦ ડ્રાઈવર અને ર૦૦૦ થી રપ૦૦ ટ્રક કામ કરતી બંધ થઈ ગઈ છે. ભેમાળમાં કામ કરતા શ્રમિકોએ જણાવ્યુ હતુ કે ક્વોરીમાં કામ કરતા મશીન- ઓપરેટરો ડ્રાઈવરો, પ્લાન્ટમાં કામ કરતા અમારા જેવા મજુરો ડ્રાઈવરો ઓપરેટરો કુલ મળીને પ હજાર માણસોની રોજગારી ઉપર અસર થઈ હશે.
ક્વોરી ઉદ્યોગ વાર્ષિક ૧પ૦૦કરોડનું ટર્નઓવર ધરાવે છે. આ અંગે ગેમરભાઈ પટેલ અને નવનિયુક્ત પ્રમુખ, વિરેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે ભેમાળ ક્વોરી એસોસીએશન ક્વોરીએ જણાવ્યુ હતુ કે સંચાલકોએ ૧૭ પૈકી સાત મુખ્ય માંગણી સરકાર સામે મુકી છે.
છેલ્લા ૧૧ વર્ષથી માગણીઓનો નિકાલ નહીં થતાં ગત તા.૧લી એપ્રિલે જીલ્લામાં આવેદન આપ્યુ હતુ. છતાં કોઈ નિકાલ નહીં થતાં ૧, મે થી ક્વોરી પ્લાન્ટ, ખાણમાંથી પ્રોડક્શન અને સપ્લાય બંધ કરવામાં આવશે એવી ચિમકી પણ આપી હતી. ખાણમાં કામ કરતા સાધનો અને ક્રશર પ્લાન્ટ ઉપર કામ કરતા મજુરો હાલ બેકાર બની ગયા છે.
ભૂસ્તર વિભાગ પાલનપુર જણાવે છે કેે કેટલીક માંગણીઓને લઈને નિર્ણય બાકી છે અને ક્વોરી સંચાલકો તેમના પ્રશ્નોને લઈને સરકાર સાથે મંત્રણા કરી રહ્યા છે.