Western Times News

Gujarati News

ખાદ્ય પદાર્થો સાથે સંકળાયેલા વેપારી માટે FSSAI અંતર્ગત Food Safety Training and Certification  ઉપયોગી

ગોધરા,ભારત સરકારના ફૂડ એન્ડ સેફટી ડીપાર્ટમેન્ટ ના ઓર્ડર તા. ૬ ઓક્ટોબર – ૨૦૧૭ મુજબ તથા ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ ના સેકશન ૧૬(૩) એચ. મુજબ ટ્રેનિગ ચાલુ કરવામાં આવેલ છે, જેથી સરકાર  ના આદેશ મુજબ તમામ ખાધ વેપારી જેવા કે, લારીગ જ્યુસ સેન્ટર, પાણીપુરી, કરિયાણા, ખુલ્લા ખાદ્યપદાર્થો વેચનાર, ખાદ્ય સંગ્રાહક, ડેરી, બેકરી, રેસ્ટોરન્ટ અને હોટેલ આ તમામ ને FSSAI- ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈંડિયા ના આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેનિંગ લેવી જરૂરી છે.

જેથી તેમણે FSSAIના બધા જ નિયમો ની જાણકારી મળે અને તેઓ આ નિયમો નુ સરળતાથી પાલન કરી શકે જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. FSSAI અને FOSTAC દ્વારા નિયુક્ત કરેલ ટ્રેનીંગ પાર્ટનર (Indian Food Solutlons) ના પ્રતિનિધિ જ્યારે તમારે ત્યાં આવે ત્યારે જરૂરી માહિતી પૂરી પાડીને સંપૂર્ણ સહયોગ આપવો. સરકાર દ્વારા નક્કી કરેલ ટ્રેનિંગ ફી આપી ને ફી રસીદ અવશ્ય મેળવી લેવી અને તાલીમ સ્થળે નિયત કરેલા સમયે પહોંચી ને આ તાલીમ લેવી કારણ કે સર્ટિફીકેટ મેળવવા માટે તાલીમ માં હાજરી ફરજિયાત છે.

આ તાલીમ લેવાથી અને સરકાર ના નિયમો નું પાલન કરવાથી તમારો ગ્રાહક પણ સંતોષ અનુભવશે અને જયારે ફૂડ એન્ડ સેફ્ટી ના અધિકારીઓ ચેકીંગ માટે તમારી ત્યાં આવે ત્યારે તમે FOSTACના સર્ટીફીકેટ દ્વારા બતાવી શકો છો કે તમે નિયમો નુ ચુસ્ત રીતે પાલન કરો છો. સામાન્ય રીતે નિયમો નુ અક્ષરસહ પાલન કરવું એ તમામ ધંધાર્થી ની મહત્વપૂર્ણ જવાબદારી છે અને તેમાં પણ ખાદ્ય પદાર્થો ના વેપાર સાથે સંકળાયેલા ધંધાર્થી માટે તો ખુબ જ આવશ્યક છે.

આ અંગેની વધુ માહિતી ખોરાક અને ઔષધીય વિભાગ બહુમાળી ભવન, ત્રીજો માળ, ગોધરા ખાતેથી ‘મળશે, પંચમહાલ જિલ્લામાં FSSAI અંતર્ગત Food Safety Training and Cert|fication માટે ટ્રેનિંગ પાર્ટનર “ઈંડિયન ફૂડ સોલ્યુશન” તથા માર્કેટિંગ માટે “ગ્રીન ગતિ પ્રાઈવેટ લિમિટેડ” ની નિયુક્તિ કરવામાં આવેલ છે. તો ખાદ્ય પદાર્થો સાથે સંકળાયેલા વેપારી મિત્રો માટે FSSAI અંતર્ગત Food Safety Training and Certification  ઉપયોગી અને ફાયદાકારક છે. તો  ટ્રેનીંગ લેવા અનુરોધ કરવામાં આવ્યોછે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.