Western Times News

Gujarati News

ખાનગી બસ ઓપરેટરોની બસોમાં ખામી હશે તો પેનલ્ટી વસુલ કરવામાં આવશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વીસમાં ખાનગી કોન્ટ્રાકટરથી બસ ચલાવતા બસ ઓપરેટરોએ પણ શહેરના વિવિધ માર્ગો પર દોડતી બસોનું રોજેરોજ ચેકીગ કરવું પડશે. એટલું જ નહી તેમની કોન્ટ્રાકટ બસોમાં જા કોઈ ખામી કે ખરાબી હશે તો તેમની પાસેથી ભારે પેનલ્ટી વસુલ કરવામાં આવશે.

શહેરમાં બેફામ દોડતી અને પ્રાણઘાતક અકસ્માતોમાં વધારો કરતી બીઆરટીએસ બસ સેવા સામે પ્રવાસીઓએ વ્યકત કરેલા આક્રોશ બાદ મ્યુનિ.કમીશ્નર વિજય નહેરાએ આજે અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરમેન અતુલ ભાવસાર અને ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમીશ્નર આર્જવ શાહ તથા વરીષ્ઠ અધિકારીઓની એક બેઠક યોજી હતી અને એએમટીએસ બસ સેવાના વિકાસ અને સર્વગ્રાહી બાબતોની લંબાણ ચર્ચા કરી હતી. જેમાં ખાનગીબસ ઓપરેટરોએ એવી ચેતવણી પણ આપી હતી કે, જા ખાનગી બસ ઓપરેટરો તેમની બસોની જાળવણી અને મરામત યોગ્ય પ્રમાણમાં નહી કરે અને જા મ્યુનિ. બસ અકસ્માતોમા અકસ્માતો અટકાવવા જરૂરી સંઘન પગલાં નહી ભરે તો પેનલ્ટીની રકમમાં વધારો કરવા સાથે કેટલાંક કડક પગલાં ભરવામાં આવશે.

કમીશ્નરે ખાનગી બસ ઓપરેટરોની બસ અને મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વીસની બસ ચલાવતા વેળા ડ્રાઈવરના મોબાઈલ વપરાશ પર પ્રતીંબંધ લાધો હતો અને ચંપલ કે સ્લીપર પહેરવા પર પણ મનાઈ ફરમાવીને બુટ જ પહેરવાનો આદેશ કર્યો હતો અને એમ જણાવ્યું હતું કે, બુટ પહેરવાથી ડ્રાઈવર બસની બ્રેક પર સખત કાબુ રાખી શકશે. જેથી અકસ્માત પણ નિવારી શકાશે.

નેહરાએ બસ સર્વીસના નાના-મોટા તમામ અધિકારીઓને પણ બસના ચેકીગ માટે કાયમી કેલેન્ડર અને ડ્રાઈવરો જા બસની નકકી કરેલી ગતીમર્યાદાથી વધુ તેજ ગતિથી બસ દોડાવતા હોય તો તેમની સામે પગલાં ભરવાની સુચના આપી હતી એમ જાકંડકટરો પ્રવાસીને ટીકીટ આપ્યા વિના પૈસા વસુલતા હોય એવી ફરીયાદ મળે તો એવા કંડકટરો સામે કડક પગલાં ભરવાની પણ સુચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.