Western Times News

Gujarati News

ઈસનપુરમાં હિટ એન્ડ રનઃ માતા-પુત્રીને ઈજા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવા નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે પરંતુ અકસ્માતોની ઘટના સતત વધી રહી છે. શહેરમાં ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવી નિયમોનો ભંગ કરનાર પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ શહેરમાં રાત્રિના સમયે નબીરાઓ પૂરઝડપે કાર હંકારતા જાવા મળી રહ્યાં છે. જ્યારે કેટલાંક બાઈકર્સાે પણ ફુલ સ્પીડમાં બાઈકો ચલાવતાં હોય છે. જેનાં પરીણામે અક્સ્માતો થઈ રહ્યાં છે. શહેરનાં ઈસનપુર વિસ્તારમાં ભગવાનનગર ટેકરા ઉપર ગઈકાલે રાત્રે શ્રમિક પરિવાર ફુટપાથ ઉપર સૂતું હતું

ત્યારે ગફલતભરી રીતે કાર હંકારી ચાલકે માતા-પુત્રી ઉપર કાર ચઢાવી દેતાં બંનેને ગંભીર હાલતમાં હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બીજીબાજુ અક્સ્મતનાં પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ જતાં કારચાલક ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તપાસ કરતાં સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફુટેજ મળી આવ્યાં છે. જેનાં આધારે કારચાલકને ઝડપી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લાં કેટલાંક દિવસથી સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી બે ભાઈઓનાં બીઆરટીએસ બસની ટક્કરથી મોત નિપજતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.

આ અક્સ્માતની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક બની છે. પરંતુ શહેરમાં રાત પડતાં જ નબીરાઓનું શાસન હોય તેવી Âસ્થતિ સર્જાઈ છે. ગઈકાલે રાત્રે મેમનગર પાસે પૂરઝડપે પસાર થતી કારે એક્ટીવા ચાલકને ટક્કર મારતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની તપાસ હજુ ચાલુ હતી ત્યાં જ શહેરનાં ઈસનપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના ઘટી હતી.

શહેરનાં ઈસનપુર વિસ્તારમાં આવેલાં ભગવાન નગર ટેકરા પર ગોંવિદવાડી ચાર રસ્તા પાસે ભાવનાબેન (ઉ.વ.૩૫) અને તેમની પુત્રી જયાબેન (ઉં.વ.૧૫) ફુટપાથ ઉપર સૂતાં હતાં આ દરમિયાનમાં એક કારચાલક યુ ટર્ન મારીને આવ્યો હતો.

કાર ચાલકે પૂરઝડપે પોતાની કાર ચલાવતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ફુટપાથ પર હાજર માતા-પુત્રીને કચડી નાંખતા ભારે હોબાળો મચી ગયો હતો. અક્સ્માતનાં પગલે આસપાસનાં લોકો એકત્ર થઈ ગયાં હતાં અને આ અંગે પોલીસને જાણ કરી હતી આ દરમિયાનમાં લોકોનાં રોષને જાતાં કાર ચાલક અક્સ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જે ટ્રાફિક પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ દોડી આવ્યાં હતાં. અને ઈજાગ્રસ્ત માતા-પુત્રીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોÂસ્પટલમાં લઈ જવાયાં હતાં. ત્યાં તબીબોએ તાત્કાલિક સારવાર આપતાં બંનેની હાલત સુધારા પર છે. બીજીબાજુ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી તથા એકત્ર થયેલાં લોકોની પૂછપરછ શરૂ કરતાં કેટલીક મહત્ત્વપૂર્ણ  વિગતો મળી હતી ખાસ કરીને કારની વિગતો મેળવવામાં પોલીસને સફળતા મળી હતી. આ દરમિયાનમાં સ્થળની આસપાસ તપાસ કરતાં સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મળી આવ્યાં હતાં.

જેનાં આધારે પોલીસે આ સીસીટીવી ફુટેજ મેળવી કારચાલકની તપાસ શરૂ કરી છે. શહેરનાં ઈસનપુર વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટનાથી અધિકારીઓ દોડી આવ્યાં હતાં. જાકે ફરાર થઈ ગયેલાં કારચાલકની વિગતો મેળવવા માટે પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે તેનો નંબર મેળવવાનો પ્રયાસ શરૂ કર્યાે છે ત્યારબાદ આરટીઓની મદદથી કારચાલકને ટૂંક સમયમાં જ ઝડપી લેવામાં આવશે તેવું અધિકારીઓ જણાવી રહ્યાં છે. હાલમાં પોલીસ દ્વારા સવારથી જ કારચાલકને ઝડપી લેવા માટે જુદી-જુદી ટીમોએ કામગીરી શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.