ખેડા જિલ્લા પંચાયતનું રૂ.૯૭૮.૨૦ લાખની પુરાંત વાળુ વિકાસ લક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

(પ્રતિનિધિ)નડિયાદ, ખેડા જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં બસ ૨૦૨૧-૨૨ નું સુધારેલ અંદાજ પત્ર તથા વર્ષ ૨૦૨૨ -૨૩ નું અસલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જે જિલ્લા પંચાયતના સભ્યોએ સર્વાનુમતે મંજૂર રાખ્યુ હતું આ બજેટ વિકાસ લક્ષી બજેટ હોવાનું સત્તાધીશ પક્ષેજણાવ્યું હતું
ખેડા જિલ્લા પંચાયતની આજે ૦૧ઃ૦૦ વાગે જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી,આ સામાન્ય સભામાં અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના સને ૨૦૨૨ – ૨૦૨૩ ના અંદાજપત્રમાં સ્વભંડોળની કુલ અંદાજીત થનાર આવકો રૂ.૧૯૩૯.૬૧ લાખની સામે રૂ.૯૬૧,૪૧ લાખનો ખર્ચ અંદાજવામાં આવેલ છે, અને વર્ષના અંતે રૂ.૯૭૮.૨૦ લાખની પુરાંત અંદાજવામાં આવે છે.
આ ઉપરાંત રાજય સરકારની તબદીલ થયેલ પ્રવૃતિઓ માટે રૂ.૩૯૫૧૩.૨૦ લાખનો આવક-ખર્ચ અંદાજવામાં આવેલ છે
જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ એ સભા ની શરૃઆતમાં તમામ સભ્યોનું તેમજ ધારાસભ્યોનું આવકાર કર્યું હતું
અને જણાવ્યું હતું કે સન ૨૦૨૧ -૨૨ ના સુધારેલઅંદાજપત્ર તથા ૨૦૨૨-૨૩ ના અસલ અંદાજપત્ર રજૂ કરતાં આનંદ અનુભવું છું જિલ્લા પંચાયતના નાણાકીય સાધનો મર્યાદિત હોવા છતાં વિકાસના તમામ ક્ષેત્રે સપ્રમાણ યોગદાન આપવા ના સ્વભંડોળ ના અંદાજપત્ર માં બેજેટ માં જાેગવાઈ કરવામાં આવી છે.
ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે અધ્યક્ષ સ્થાને થી સભ્યોને અનુરોધ કર્યો હતો કે આગામી સમયમાં ખેડા જિલ્લામાં વિવિધ ઠેકાણે ગરીબ કલ્યાણ મેળા યોજવાનું આયોજન થયેલું છે ત્યારે તમામ સભ્યોએ પોતાના વિસ્તારમાં ફરીને ગરીબો ને આ ગરીબ કલ્યાણ મેળામાં લાભ આપવા આગળ આવવું જાેઈએ
આ ઉપરાંત કોરોનાની મહામારી માં સરકારની કામગીરીમાં સહયોગ આપનાર સભ્યો તેમજ ધારાસભ્યોને પણ તેમણે બિરદાવ્યા હતા અનુ.જાતિ પ્રાથમિક શિક્ષકો માટે ઉત્કર્ષ મંડળ ની રચના પણ તેમણે કરી હતી આ પ્રસંગે ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે ઉપસ્થિત રહયા હતા.