Western Times News

Gujarati News

ગાઝા-લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૬૪થી વધુનાં મોત

ઈઝરાયેલે ઉત્તર ગાઝા પટ્ટીમાં બે હવાઈ હુમલા કર્યા

લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે ઉત્તર લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૨૦ લોકોના મોત થયા છે

નવી દિલ્હી,ઈઝરાયેલે ઉત્તર ગાઝા પટ્ટીમાં બે હવાઈ હુમલા કર્યા છે, જેમાં પેલેસ્ટાઈનના ૪૪ લોકોના મોત થયા છે. લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણાં પર કરાયેલા હુમલામાં ૨૦થી વધુ લોકોના મોત થયા છે. આમ બન્ને હુમલામાં ૬૪ જેટલાં લોકો માર્યા ગયા છે. પેલેસ્ટાઈનના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે હવાઈ હુમલામાં ૧૩ બાળકો સહિત પેલેસ્ટાઈનના ૩૬ લોકો માર્યા ગયા છે, અને ડઝનો લોકો ઘાયલ થયા છે.ગાઝા શહેર પર એક અન્ય હુમલામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં સોશ્યલ ડેવલપમેન્ટના ડાયરેક્ટર વાયલ અલ-ખોર અને તેમના પત્ની તથા બાળકો સહિત તેમના પરિવારના સાત અન્ય લોકો માર્યા ગયા છે.

પેલેસ્ટાઈનના સુરક્ષા સૂત્રોના કહેવા પ્રમાણે, ઈઝરાયેલના વિમાને જબાલિયા ક્ષેત્રમાં વિસ્થાપિત લોકોના એક ઘર પર બોંબ ઝીંક્યા હતા અને એ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે ઉત્તર લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૨૦ લોકોના મોત થયા છે. રવિવારે બેરુતના ઉત્તરમાં અલમત ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનની ઉપસ્થિતિ છે.ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું કે તેમના સૈનિકોએ જબાલિયામાં કાર્યવાહી ચાલું રાખી છે અને આ પહેલાના દિવસે તેમના સૈનિકોએ ડઝનો આતંકવાદીઓને ઠાર કર્યા હતા, તેમજ ક્ષેત્રમાં કેટલાક ઈમારતો, માળખાકીય સુવિધાના કેન્દ્રો અને હથિયારોનો એક ભંડાર નષ્ટ કરી દીધો હતો. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.