ગીર જંગલના બાણેજ મતદાન મથક ઉપર ૧૦૦% મતદાન
ગીર, રવિવારે ૨૮ ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં સવારે સાત વાગ્યાથી ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકામાં ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે ૨ વાગ્યા સુધીમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં ૩૬ ટકા મતદાન નોંધાયું છે. આ સાથે નગરપાલિકાઓમાં ૩૩ ટકા મતદાન થયું છે.
ત્યારે રાજ્યનાં ગીર જંગલમાં આવેલા બાણેજ મતદાન મથક પર ૧૦૦ ટકા મતદાન થયું છે. બાણેજ ધામના મહંત હરિદાસ બાપુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મહંત ભરતદાસ બાપુના નિધન બાદ હરિદાસ બાપુ બાણેજ ધામના એક માત્ર મતદાતા છે.
મહંત બાણેજના મહંત, હરિદાસ બાપુએ આ અંગે જણાવ્યું કે, સરકારે એક મતનું આટલું મહત્ત્વ સમજીને અહીં મતદાન મથક બનાવ્યું છે. હું પણ લોકોને અપીલ કરૂં છું કે, તેઓ મતનું મહત્ત્વ સમજીને તમામ લોકો મતદાન કરે.