ગુજરાત સહિત દેશના ૧૧ રાજ્યોમાં સીરોટાઈપ-૨ ડેન્ગ્યૂના કેસમાં વધારો

અમદાવાદ, દેશના ૧૧ રાજ્યોમાં સીરોટાઈપ-૨ ડેન્ગ્યૂના કેસ ધરખમ વધી રહ્યા છે. જેને લઈને કેન્દ્ર સરકારે પણ તાબડતોડ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠતક યોજી હતી આ બેઠકમાં કેબિનેટ સચીવ રાજીવ ગૌબાની અધય્ક્ષતામાં રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ સાથે વાત કરવામાં આવી. જેના ખાસ કરીને તો કોરોનાને લઈને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવે આ બેઠકમાં સીરોટાઈટપ-૨ ડેન્ગ્યૂને લઈને ચીંતા વ્યક્ત કરી કારણકે દેશના કુલ ૧૧ રાજ્યોમાં આ ગંભીર બિમારી ફેલાતી જાય છે. તેમણે આ બિમારીને લઈને તાવ હેલ્પલાઈન નંબર જેવા પગલા લેવાની સલાહ આપી. સાથેજ દવાઓનો પૂરતો સ્ટોક પણ રાખી મુકવા માટે સલાહ આપવામાં આવી.
ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવે મેડિકલ ટીમોને પણ તૈયાર રહેવા માટે સલાહ આપી. સાથેજ બ્લડ બેંકોને પણ પર્યાપ્ત માત્રામાં બ્લડ રાખે તેને લઈને પણ તેમણે ખાસ સૂચના આપી હતી. આપને જણાવી દઈએ કે ગુજરાત સહિત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, એમપી, યુપી, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ. અને તેલંગાણામાં સીરોટાઈપ-૨ ડેન્ગ્યૂના કેસ સતત વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોમાં પહેલાથી ભયનો માહોલ ફેલાયેલો છે. ત્યારે આવા સમયે ડેન્ગ્યૂના કેસ વધવાને કારણે લોકો વધારે ડરી ગયા છે. સાથેજ કેન્દ્ર સરકાર પણ દોડતી ગઈ છે. જાેકે બીજી તરફ મોદી સરકાર કોરોના મુદ્દે પણ ગંભીરતાથી કામ કરી રહી છે. જેમા દરેક રાજ્યોને કોરોના પ્રોટોકોલનું પાલન કરાવા માટે સૂચના આપવામાં આવી છે.