Western Times News

Gujarati News

૧૦ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને વિદાય આપતા ભકતો

ભરૂચ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા ૩ કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરાયું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગરપાલિકા દ્વારા શ્રીજી વિસર્જન માટે ત્રણ જળકુંડ બનાવવામાં આવ્યા હતા અને નર્મદા નદીના ઘાટ ઉપર મોટી માત્રામાં લોકો એકત્ર ન થાય અને પર્યાવરણ બચાવો ના ભાગરૂપે તમામ નર્મદા નદીના ઘાટો પર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો

જેના પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા જળકુંડ માં શ્રીજી ભક્તોએ શ્રીજીને વરસતા વરસાદ વચ્ચે પણ વિદાય આપી શ્રીજી ઉત્સવનું સમાપન કર્યું હતું.

ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે.આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે.આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે.મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત રાજ્યમાં પણ ભગવાન શ્રી ગણેશના મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ છે.

ત્યારે દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશની પૂજા-અર્ચના કર્યા બાદ આજરોજ ભગવાન શ્રીગણેશે ભક્તજનો પાસેથી વિદાય લીધી હતી.કોરોના ની ગાઈડલાઈન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં વિસર્જન માટેની પરવાનગી આપવામાં આવી છે.

શ્રીજી વિસર્જન માટે નગરપાલિકા દ્વારા ભરૂચના મકતમપુર નજીકના બોરભાઠા બેટ માં આવેલ નર્મદા બંગલોઝ સોસાયટી નજીક શ્રીજી વિસર્જન માટે જળકુંડ ઊભું કરવામાં આવ્યું હતું અને સવારથી જ જણ નજીક જ પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને શ્રીજી ભકતો એ પણ સવારથી જ વરસતા વરસાદ વચ્ચે શ્રીજીને વિદાય આપી હતી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિક જામની સમસ્યા નું નિર્માણ ન થાય તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી

અને જળકુંડ ઉપર ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખડેપગે રહીને પણ શ્રીજીનું વિસર્જન કરાયું હતું મકતમપુરા જળકુંડમાં સવારથી જ શ્રીજી વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવી હતી.

ભરૂચ શહેરની મધ્યમાં સિવિલ હોસ્પિટલ નજીકના સિવિલ ક્વાર્ટર પાસે ખુલ્લી જગ્યામાં એક નાનું જળકુંડ પણ બનાવવામાં આવ્યું હતું અને નજીકના વિસ્તારમાં સ્થાપિત શ્રીજી ભક્તોએ શ્રીજીનું વિસર્જન કરવા માટે સવારથી જ જળકુંડ ખાતે આવી પહોંચ્યા હતા શહેરની મધ્યમાં તાત્કાલિક ઉભો કરેલ જળકુંડમાં પણ શ્રીજીને વિદાય આપી હતી

નર્મદા નદી ઉપર શ્રીજીનું વિસર્જન કરવા માટે તંત્ર પ્રતિબંધ મુક્યો હોય જેના પગલે લોકો મોટી માત્રામાં જળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી.

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં જે.બી મોદી પાર્ક તેમજ સિવિલ હોસ્પિટલ પાસે ત્રણ જેટલા કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા છે.ત્યારે આજરોજ ગણેશ વિસર્જનમાં ભીડ એકત્રિત ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આયોજકોને સમય ફાળવવામાં આવ્યા હતા જે પ્રમાણે આયોજકોએ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

વિસર્જનની પ્રક્રિયા દરમ્યાન ભક્તજનોને અગવડ ન પડે તેમજ કોઈ હોનારત ન સર્જાય તે માટે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર અને કૃત્રિમ જળકુંડ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી હતી.શાંતિપૂર્ણ માહોલમાં અને કોરોનાની ગાઈડલાઈન હેઠળ યોજાયેલ ગણેશ વિસર્જનની ભક્તજનો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

પર્યાવરણ બચાવોના ભાગરૂપે અને નર્મદા નદીના કાંઠે મોટી માત્રામાં શ્રીજી ભકતો એકત્ર ન થાય તેના માટે તંત્ર દ્વારા ભરૂચમાં જળકુંડ ઉભા કરવાની કામગીરી કરવામાં આવી હતી નર્મદા નદીમાં શ્રીજીનું વિસર્જન કરવા શ્રીજી ભકતો ન જાય તે માટે ભરૂચના નીલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ અન્ય ઘાટો પર પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો

અને શ્રીજી વિસર્જન કરવા આવતા શ્રીજી ભક્તોને પરત કરવામાં આવ્યા હતા અને જળ કુંડમાં શ્રીજીનું વિસર્જન કરવા માટે પોલીસે પણ શ્રીજી ભક્તોને આહવાન કર્યું હતું જેના પગલે શ્રીજી ભક્તોએ જળકુંડ માં જ શ્રીજીનું વિસર્જન કરી શ્રીજી ઉત્સવનું સમાપન કર્યુ હતું નર્મદા નદીમાં શ્રીજીનું વિસર્જન કરવાનો ઉત્સાહ જળકુંડમાં જાેવા મળ્યો ન હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.