Western Times News

Gujarati News

બાવળા પોલીસે ૫ પિસ્ટલ, ૪૦ કારતૂસ તથા મેગઝિન સાથે યુવાનને પકડ્યો

અમદાવાદ, બાવળા પોલીસે બાતમી આધારે લકઝરી બસમાંથી મુસાફરનાં વેશમાં મધ્યપ્રદેશમાંથી પિસ્ત્તલ અને કારતુસ લઈને ચોટીલા જઈ રહ્યો છે જેથી પોલીસે હાઇ-વે ઉપર નાકાબંધી કરીને બાતમી મુજબની લકઝરી બસમાંથી યુવાનેને ૫ પિસ્તલ, ૪૦ કારતુસ તથા મેગજીન સાથે પકડી લીધો હતો.

યુવાને શરીરે હથીયારો શેલોટેપથી ચોંટાડેલા હતાં. હથીયારો ચોટીલા આપવાનાં હતાં. જેથી પોલીસે આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધોળકાનાં નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવાએ પોલીસ અધિકારીઓને સુચના આપી હતી. જે સુચના આધારે બાવળા પોલીસ ઇન્સપેકટર આર.ડી.સગરે બાવળા પોલીસનાં સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ સ્ટાફને આવી હથીયારોની ગેરકાયદેસર હેરાફેરી કરતા વ્યક્તિઓને પકડી પાડવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી.

જેથી પોલીસ સ્ટાફે બાતમીદારોને કામે લગાડયા હતાં. જેથી કોન્સ્ટેબલ અશોકસિહ, મેરૂભા અને દશરથસિહને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી અમરદિપ ટ્રાવેલ્સની લકઝરી બસમાં બેસીને એક વ્યકિત સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથીયારોનો જથ્થો તથા કાર્ટીઝનો મોટો જથ્થો લઇને સૌરાષ્ટ તરફ ડીલેવરી આપવા માટે જવાનો છે. અને રાત્રીના સમયે બેસીને નિકળવાનો છે.

જે બાતમીનાં આધારે પી.આઇ. આર.ડી.સગર, પી.એસ.આઈ. એમ.એચ.ઝાલા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ, હસમુખભાઇ, મહીપતસિંહ, અશોકસિંહ, મેરૂભા, જયવંતભાઇ, દશરથસિંહ બાવળામાં હાઇ-વે ઉપર આવેલી ઢેઢાળ ચોકડી પાસે નાકાબંધી ગોઠવીને વાહન ચેકીંગમાં ગોઠવાઇ ગયા હતાં.

વહેલી સવારે બાતમી મુજબની લક્ઝરી ટ્રાવેલ્સ બસ આવતા તેને ઉભી રખાવીને ચેક કરતાં મધ્યપ્રદેશના કરોલીથી ગોંડલ જતી હતી.અને તેમાં તપાસ કરતાં જીતેન્દ્ર શોભારામ ભૂવર (૨૧ વર્ષ, રહેવાસી, ગોદડપુરા અંબાપુરા તા.ગંધવાની, જી.ધાર, મધ્યપ્રદેશ )ને ચેક કરતાં શરીરે ૫ હાથ બનાવટી પિસ્ટોલ,

૪૦ કારતુસ અને ૨ ખાલી મેગઝીન, મોબાઇલ મળી કુલ ૫૯,૭૯૫ રૂપીયાના ગેરકાયદેસર પિસ્તલ, કારતુસનો જથ્થો મળી આવતાં તે કબ્જે કરીને પોલીસે તેને પકડી લઈને આગવી ઢબે પુછપરછ કરતા આ હથીયારો ત્રીલોક ડાંગી, રહેવાસી, ગંધવાની વીલાક બારીયા ( મધ્યપ્રદેશ )એ આપ્યા હતાં.

ગુજરાતમાં ચોટીલા માતાજીના મંદિરે ઉતરીને તે જે માણસને લેવા માટે મોકલે તેને આપી દેવાનાં હતાં. તેવુ જણાવ્યું હતું. બાવળા પોલીસે હથીયરની હેરાફેરી કરતા વ્યકિતને પકડી હથીયારોનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. અને ગુનેગારો અને અસામાજીક પતપાસ પી.એસ.આઈ. એમ.એચ.ઝાલાએ ૧૪ દિવસના રીમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.