ગોતામાં આવેલા ફલેટમાંથી જુગાર રમતા આઠ શખ્શો ઝડપાયાઃ ૩૬ હજારનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવા છતા શહેરમાં અસંખ્ય સ્થળોએ જુગાર ઘામો ચાલી રહ્યા છે જેના ઉપર વારમવાર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમ છતા આવા ગેરકાયેદસર રીતે ચાલતા અડ્ડાની સંખ્યા ઘટતી નથી. અમદાવાદ જીલ્લાની હદમાં આવતા ગોતાગામમા આવેલા સિલ્વર હાર્મોની નામના એપાર્ટમેન્ટમાં બીજા માળે એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા જ ક્રાઈમ બ્રાચની ટીમ રાત્રે જ આઠ વાગ્યે દરોડા માટે રવાના થઈ ગયા હતા બીજા માળે ૨૦૪ નંબરના મકાનમાં રેઈડ કરતા અંદરબેઠેલા તમામ શખ્શો પોલીસને જાઈ ચોકી ગયા હતા
જા કે ક્રાઈમબ્રાચે તમામ આઠ શખ્શોને શરૂ કરી હતી તથા ૩૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પ્રાથમિક વિગતો મુખ્ય મકાનનો અશ્વીની રણણછોડભાઈ પટેલ આ જુગાર ચલાવતો હોવાનું સામે આવ્યુ છે દરોડામાં પકડાયેલા અન્ય શખ્શો નામ આ મુજબ છે (૧) કાનજીભાઈ પટેલ સોલા રોડ, (૨) હર્ષદ પટેલ (ઘાટલોડીયા), (૩) ભરત જયચંદ સોની (ગોતા), (૪) મકનારામ ઉર્ફે મુકેશ પ્રજાપતિ (મેમનગર), (૫) મુકેશ જગુ પટેલ (ગોતા), (૬) રમેશ કાતિ પટેલ (ઓગણજ ગોતા), (૭) વિપુલ રજનીકાંત શાહ (પાલડી) આ સિવાય રખિયાલ પોલીસે પણ લાલમિલ કંપાઉન્ડમાંથી પાંચ શખ્શોને ઝડપી લીધા છે.