Western Times News

Gujarati News

રખિયાલમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરાયા

શહેરભરમાંથી દબાણો દુર કરાશે : રખિયાલમાં સવારથી જ પોલીસના સશ† બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાતા અફડાતફડીનો માહોલ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા તથા ટીપી સ્કીમના અમલના ભાગરૂપે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં ગોમતીપુર, રખિયાલ, સરખેજ સહીતના વિસ્તારોમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાતા હવે અન્ય વિસ્તારોમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવનાર છે કેટલાક સ્થળો ઉપર નોટિસો મળતા જ દબાણ કરનાર નાગરિકો જાતે જ તેને હટાવવાની શરૂ કરી દીધી છે.

શહેરના રખિયાલ વિસ્તારમાં આજે સવારથી જ પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો પરિસ્થિતિ  જળવાઈ રહે તે માટે સશ† બંદોબસ્ત સમગ્ર રોડ પર ગોઠવી દેવામાં આવ્યો હતો અને બીજીબાજુ દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ગઈકાલે રખિયાલને અડીને જ આવેલા ગોમતીપુર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.


અમદાવાદ શહેરમાંથી દબાણો દુર કરવા માટે મ્યુનિ. કોર્પો.તંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે જેના પગલે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે રસ્તાઓ પહોળા કરવા તથા ટીપી સ્કીમનો અમલ કરવા માટે આ દબાણો દુર કરવામાં આવી રહયા છે કેટલાક વિસ્તારોમાં ઘણા વર્ષોથી દબાણો થયેલા હતા અને આ દબાણોના કારણે રસ્તાઓ ઉપર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી.

મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ દ્વારા શહેરમાં થયેલા દબાણોનું લીસ્ટ તૈયાર કરવામાં આવી રહયું હતું અને આ યાદી તૈયાર થઈ જતાં છેલ્લા ચાર દિવસથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌ પ્રથમ શહેરના ગોમતીપુર વિસ્તારમાં બે દિવસ સુધી દબાણો તોડી નાંખવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં કેટલીક દુકાનો તથા રહેણાંક વિસ્તારનો સમાવેશ થયો હતો.

ગોમતીપુરમાં બે દિવસથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જાકે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ મુદ્દે મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરી અસરગ્રસ્તોને વૈકલ્પિક  વ્યવસ્થા ફાળવવા માંગણી કરી હતી જાકે આ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહયું છે.

શહેરના ગોમતીપુર વિસ્તાર બાદ તેને અડીને આવેલા રખિયાલ વિસ્તારમાં આજે સવારથી જ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગઈકાલે મોડી સાંજ સુધી કોર્પોરેશનના અધિકારીઓની બેઠક મળી હતી અને અધિકારીઓએ પોલીસ કમિશનર સાથે પણ મુલાકાત કરી હતી આ મુલાકાતમાં પોલીસ બંદોબસ્ત ફાળવવાની રજુઆત કરવામાં આવતા પોલીસ કમિશ્નરે દબાણ હટાવોની કામગીરી દરમિયાન સશ† બંદોબસ્ત ફાળવાવની તૈયારી બતાવી હતી

જેના પગલે આજે સવારથી કોર્પોરેશનના અધિકારીઓ રખિયાલ રોડ પર મશીનરી સાથે પહોચી ગયા હતા અને દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરી સાંજ સુધી ચાલે તેવુ જાણવા મળી રહયું છે. અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં મોટાપાયે દબાણો થયેલા છે જેની યાદી કોર્પોરેશન તંત્રએ તૈયાર કરી દીધી છે અને એક પછી એક તમામ વિસ્તારોમાંથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. પ્રાથમિક તબક્કામાં ગોમતીપુર વિસ્તારમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને સંખ્યાબંધ દબાણોને દુર કરી રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે હાલમાં બાંધકામનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.