ગોધરા MGVCL કચેરી ખાતે મહિલાઓનો હોબાળો
સ્માર્ટ મીટર હટાવી જૂના મીટરો ફરી લગાવવાની માંગ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) (પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત રાજ્યમાં એમ.જી.વી.સી.એલ ના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પંચમહાલના ગોધરા શહેરમાં ડિઝીટલ સ્માર્ટ વિજ મીટર લગાવવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે.
ગોધરા શહેર સહિત અન્ય શહેરમાં અંદાઝે ૨૩ હજાર જેટલા મીટર લાગી ચૂક્યા છે.હાલ મીટરો લગાવાની કામગીરી ચાલુ છે.આ બધાની વચ્ચે ગોઘરામા મહિલાઓને આ સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ નોધાવ્યો હતો. ગોધરા શહેરમા જે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવામા આવ્યા છે. તેમા કેટલીક ક્ષતિઓ હોવાનુ પણ મહિલાઓએ એમજીવીસીએલ કચેરીએ જઈને આક્ષેપ કર્યો હતો.
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા મધ્યગુજરાત વીજ કંપનીની વર્તુળ કચેરી ખાતે મહિલાઓએ એકત્ર થઈને હોબાળો મચાવ્યો હતો.એમજીવીસીએલ દ્વારા ગોધરા શહેરમાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવામાં આવ્યા છે અને અન્ય વિસ્તારોમાં પ્રિપેઇડ મીટર લગાવવાની કાર્યવાહી ચાલી રહી છે.ગોધરા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા મહિલા અને અન્ય ગ્રાહકોએ પ્રિપેઇડ મીટરનો વિરોધ નોધાવ્યો હતો
તેમનુ કહેવુ છે કે નગર પાલિકા પાલિકા દ્વારા ૪ મહિના સુધી પગાર કરવામાં ન આવતા પ્રિપેઇડ મીટરમાં રિચાર્જ ન કરી શકતા લાઈટ બંધ થઈ જાય છે. રિચાર્જ કરવાના નાણાં ન હોય જૂના મીટર લગાવી આપવા કરી માંગ કરવામા આવી છે.એક બાજુ એમજીવીસીએલ તંત્રના અધિકારીઓ જણાવી રહ્યા છે કે ભારત સરકાર ની ગાઇડલાઈન મુજબ પ્રિપેઇડ મીટર ઇન્સ્ટોલ કરવા ફરજિયાત છે, આ મીટર બાબતે ફેલાવવામાં આવતી તમામ માહિતી અફવા છે.