Western Times News

Gujarati News

ગોપી અને કોકિલાનો જાદુ ફરી એકવાર સ્ક્રીન ઉપર દેખાયો

મુંબઈ: સાથ નિભાના સાથિયા ૨ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આખરે સોમવાર (૧૯ ઓક્ટોબર)થી સાથ નિભાના સાથિયાની બીજી સીઝનની શરૂઆત થઈ ગઈ છે. ગોપી વહુ અને કોકિલાબેનનો જાદુ ફરી એકવાર દર્શકોને સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે. સીરિયલની શરૂઆત થાય છે દેવોલીના ભટ્ટાચાર્જી (ગોપી વહુનો રોલ કરતી એક્ટ્રેસ)થી જે અહેમ (એક્ટર મોહમ્મદ નાઝીમ)ને તેના જન્મદિવસે ખૂબ યાદ કરતી હોય છે.

ત્યારે કોકિલાબેન (એક્ટ્રેસ રૂપલ પટેલ) ગોપીને સાંત્વના આપે છે અને બંને ભાવુક થઈ જાય છે. આ તરફ ગોપી અહેમ માટે ચિંતિત છે અને કાન્હાજીને પ્રાર્થના કરે છે કે તે સાજો હોય. તો બીજી તરફ એક ગામમાં રેસલર બની ગયો હોય છે. બાકીના રેસલર તેને ગોપીના નામથી બોલાવે છે કારણકે તેના શરીર પર ‘ગોપી’ના નામનું ટેટૂ જોવે છે. સાથિયાની બીજી સીઝનમાં જૂના પાત્રો પણ બતાવાયા છે. વંદના વિઠ્ઠલાણી (ઉર્મિલા), મનીષ અરોરા (પરાગ) અને સ્વાતી શાહ (હેતલ) જેવા એક્ટર્સ આ સીઝનમાં પણ જોવા મળી રહ્યા છે.

‘સાથ નિભાના સાથિયા ૨’ના પહેલા બે એપિસોડમાં ગોપી અહેમને યાદ કરે છે તેની સાથે એક નવા પરિવારનો પણ પરિચય કરાવવામાં આવે છે. આ પરિવાર કોકિલાબેનના ભાઈ પ્રફુલ દેસાઈનો છે, જેઓ સુરતના પૈસાદાર બિઝનેસમેન છે. પ્રફુલ દેસાઈના પરિવારમાં તેઓ, તેમનાં પત્ની જમુના અને દીકરાઓ પંકજ, ચેતન અને અનંત છે.

પંકજ અને ચેતનની પત્નીઓ કનક અને હેમાને પણ બતાવાઈ છે. આ ઉપરાંત દેસાઈ પરિવારમાં નોકરાણી તરીકે કામ કરતી ગેહનાને પણ બતાવાઈ છે. ગેહના ઘરનું બધું જ કામ કરે છે છતાં તેને વારંવાર અપમાનનો સામનો કરવો પડે છે. પ્રફુલ અને તેમનાં પત્નીને બાદ કરતાં દેસાઈ પરિવારના લગભગ બધા જ સભ્યો ગેહનાને નફરત કરતાં બતાવાયા છે. તેઓ ગેહનાને ત્રાસ આપે છે અને તેનું અપમાન કરે છે. સીરિયલમાં સાગર નામનું એક પાત્ર છે જે ગેહના પર નજર બગાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.