ગોવામાં વધુ ૧૦ દિવસ માટે કર્ફ્યું લંબાવવામાં આવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/The-curfew-1024x576.jpg)
Files Photo
પણજી: ગુજરાત સરકારે એક તરફ આંશિક લોકડાઉન લાગુ કરીને તમામ વેપારીઓને બપોરના ત્રણ વાગ્યા સુધી દુકાનો ખોલવા માટે રાહત આપી છે ત્યારે સંક્રમણની વધતી ગતિને ધ્યાનમાં રાખીને, મોટાભાગનાં રાજ્યોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્યુમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આવામાં ગોવામાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકારે ગોવા કરફ્યૂ ૩૧ મે સુધી વધારી દીધો છે. આજે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ જાહેરાત કરી હતી.
ગોવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે, ગોવામાં વધુ ૧૦ દિવસ માટે કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. ગોવા સરકારે ૩૧મે સુધી કોરોના કર્ફ્યુ લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૫ દિવસ માટે કોરોના કર્ફ્યુ હતો.
જાેકેઆ દરમિયાન જીવન જરુરી સેવાઓ ચાલુ રાખવા દેવાશે. હાલમાં કોરોનાના વધતા જતા મામલાઓને જાેતા રાજ્યમાં ૯ થી ૨૩ મે સુધીનો રાજ્યવ્યપારી કરફ્યુ લગવાયેલો છે. આ દરમિયાન માત્ર જીવન જરુરિયાતની સેવાઓને ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. જ્યારે અનાજ કરિયાણાની દુકાનો સવારે સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી ખુલ્લી રહેવા દેવાઈ છે.
જાેકે હવે કરફ્યુનો સમયગાળો ૩૧ મે સુધી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જાેકે દવા, રાશન અને દારુની દુકાનો બપોરે એક વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે.
કર્ણાટક સરકારે પણ બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. આ અંતર્ગત ૧૦ મી મેથી ૨૪ મેના રોજ સવારે ૬ વાગ્યે લોકડાઉન કરવામાં આવશે. જાે આપણે રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં લોકડાઉન પણ વધી રહ્યું છે. ૨૪ મે સુધી હાલમાં દિલ્હીવાસીઓ માટે પ્રતિબંધો છે. તે જ સમયે, ૧૧ મેથી મેટ્રોનું સંચાલન પણ બંધ છે. હકીકતમાં, દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સરકારને લોકડાઉન લાદવાની ફરજ પડી છે.