Western Times News

Gujarati News

ધોરણ ૧૦ની પરીક્ષા રદ કરી મહારાષ્ટ્ર સરકારે શિક્ષા પ્રણાલીને મજાક બનાવીઃ બોમ્બે હાઈકોર્ટ

મુંબઇ: મુંબઈમાં શિક્ષા પ્રણાલી અંગે બોમ્બે હાઈકોર્ટ નારાજ થઈ છે. બોમ્બે હાઈકોર્ટે સરકારને ઝાટકતા કહ્યું હતું કે, સરકારે શિક્ષા પ્રણાલીને મજાબ બનાવી રાખી છે. જસ્ટિસ એસ. જે. કથવાલા અને એસ. પી. તાવડેની બેન્ચે આ મામલે સરકાર પાસે જવાબ માગ્યો છે. બેન્ચે અહીં એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરી રહી હતી.

મુંબઈમાં શિક્ષા પ્રણાલી અંગે બોમ્બે હાઈકોર્ટ નારાજબોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની કાઢી ઝાટકણીમહારાષ્ટ્ર સરકારે કોરોનાના કારણે ધોરણ ૧૦ની પરીક્ષા રદ કરી હતીસરકારના આ ર્નિણયને ધનંજય કુલકર્ણીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ૧૦મા ધોરણની પરીક્ષા રદ કરવાના ર્નિણય પર બોમ્બે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, સરકારે શિક્ષા પ્રણાલીને મજાક બનાવી રાખી છે. જસ્ટિસની બેન્ચે સરકાર પાસે આ મામલે જવાબ પણ માગ્યો છે.આ પણ વાંચો- હાઇકોર્ટની ઝાટકણી બાદ એએમસીનું બદલાયું વલણ, અનેક નિયમોમાં કર્યા ફેરફારઅરજીમાં મહારાષ્ટ્ર સરકારે ૧૦મા ધોરણની પરીક્ષા રદ કરી તે ર્નિણયને પડાકારાયોજસ્ટિસની બેન્ચ અહીં એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજી ધનંજય કુલકર્ણી તરફથી સરકારના ર્નિણયને પડકાર માટે દાખલ કરવામાં આવી હતી.

અરજીમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૧૦મા ધોરણની પરીક્ષા રદ કરવાના ર્નિણયને પડકારવામાં આવ્યો હતો.આ પણ વાંચો- કરોડોના કૌભાંડ મામલે  ક્રાઇમમાં ઊંઝાના સ્ન્છ અને છઁસ્ઝ્રના સત્તાધીશ સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશશિક્ષણ પ્રણાલીને મહારાષ્ટ્ર સરકારે મજાક બનાવી દીધી

હાઈકોર્ટઆપને જણાવી દઈએ કે, કોવિડ-૧૯ના વધતા કેસને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે ૧૦મા ધોરણની માધ્યમિક સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા રદ કરી દીધી હતી. સરકારી વકીલ પી. બી. કાકડેએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, સરકાર તરફથી પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે, જેના પર ૨ અઠવાડિયાની અંદર આ ર્નિણય લેશે.

આના પર જસ્ટિસ કથવાલાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે શિક્ષા પ્રણાલીને મજાક બનાવી દીધી છે. જસ્ટિસની બેન્ચે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે કે, શું કોર્ટ એસએસસીની પરીક્ષાને રદ કરવા માટે તેમનો ર્નિણયને સુરક્ષિત રાખે. તેમણે સરકારને આ બાબતે એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. આ કેસની સુનાવણી આગામી અઠવાડિયામાં થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.