ચંદ્રમુખી ચૌટાલાનાં યોગ પોઝ જોઇ અનુરાગ દંગ રહી ગયા
મુંબઈ: ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક એટલે કે એફઆઈઆર શૉની ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. તેતેની ફિટનેસ અંગે ઘણી જ સચેત છે. અને ઘણી વખત સોશિયલ મીડિયા પર તેની યોગની તસવીરો શેર કરતી રહે છે. ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે જે જોયા બાદ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પણ તેનાં નખ ચાવી બેઠા છે.
આ તસવીરમાં કવિતા કૌશિક એક ખુબજ અઘરો યોગ પોઝ આપતી નજર આવે છે. કવિતાનાં આ પોઝ પર ઘણી બધી સેલિબ્રિટીઝે રિએક્ટ કર્યુ છે. એક્ટ્રેસે તેની તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, ઔર બતાઓ. અનુરાગ કશ્યપ આ તસવીર જોઇને દંગ રહી ગયો છે, તેણે કવિતાની પોસ્ટ પર કમેન્ટ કરી છે તેણે લખ્યું કે, આ શું રીત છે બેસવાની? ગત હું આ રીતે બેઠો હતો તો સ્ક્રિપ્ટ લખી હતી. તો નો સ્મોકિંગ બની હતી.
અનુરાગ કશ્યપની ફિલ્મ નો સ્મોકિંગ તે ફિલ્મોમાંથી એક છે, જે લોકોને સમજ નહોતી આવી. આ ફિલ્મમાં જોહ્ન અબ્રાહમ અને આયશા ટાકિયા જેવાં સ્ટાર્સ હતાં. એક્ટર વ્રજેશ પણ કવિતાની ફોટો જોઇ કંન્ફ્યૂઝ થઇ ગયા હતાં. તે લખે છે, પગ ક્યાં છે, ગળુ ક્યાં છે, કોણી ક્યાં છે, ઘુટણ ક્યાં, હાથની આંગળીઓ ક્યાં, પગની આંગળીઓ ક્યાં. ક્યાં છે બધા. આપને જણાવી દઇએ કે કવિતા કૌશિકે તેમનાં એક્ટિંગની શરૂઆત એકતા કપૂરનાં ટીવી શો કુટુંબથી કરી હતી. આ ઉપરાંત તે કહાની ઘર ઘર કી, કુમકુમ અને પિયા કા ઘરમાં નજર આવી હતી. પણ તેને અસલી ઓળખ ટીવી શો એફઆઈઆરમાં ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાનાં કિરદારથી મળી હતી.