“ચક દે ઈન્ડિયા”ની અભિનેત્રી સાગરિકા પ્રેગ્નેટ હોવાની ચર્ચા

મુંબઈ: ૨૦૨૦નું વર્ષ કોરોના મહામારીના કારણે સૌના માટે મુશ્કેલી ભર્યું રહ્યું છે. જો કે, આ દરમિયાન કેટલાક એવા સેલેબ્સ પણ છે જેમણે પોતાના ફેમિલીને આગળ વધારવાનું પ્લાનિંગ કર્યું છે. બોલિવુડ અને ક્રિકેટ જગતનું કનેક્શન હંમેશાથી જોવા મળ્યું છે. ઘણા ક્રિકેટર્સે એક્ટ્રેસિસ સાથે લગ્ન કર્યા છે. ૨૦૨૦માં જ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ જલદી જ પેરેન્ટ્સ બનાવાના હોવાની જાહેરાત કરી છે.
આ લિસ્ટમાં હવે વધુ એક નામ જોડાઈ રહ્યું છે. એક્ટ્રેસ સાગરિકા ઘાટગે અને ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર રહી ચૂકેલા ઝહિર ખાન ઘરે પારણું બંધાવાનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં જ પૂર્વ ક્રિકેટર ઝહિર ખાનનો જન્મદિવસ હતો. ઝહિર ખાન હાલ પત્ની સાગરિકા સાથે યુએઈમાં છે. આઈપીએલ ચાલી રહી છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ તરીકે જોડાયેલો ઝહિર ખાન પણ ત્યાં છે.
ઝહિર ખાને અહીં પત્ની અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. જેનો વિડીયો મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શેર કર્યો છે. આ વિડીયોમાં ઝહિર સાગરિકાને કેક ખવડાવતો જોવા મળે છે. કેક કટિંગ વખતે પાછળ ઊભેલી સાગરિકાનો બેબી બંપ દેખાઈ રહ્યો છે! જો કે, સાગરિકા કે ઝહિર તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. રિપોર્ટ પ્રમાણે, સાગરિકા ઘાટગે પ્રેગ્નેન્ટ છે. સાગરિકા અને ઝહિરે ૨૦૧૭માં લગ્ન કર્યા હતા.
કપલ સાથે જોડાયેલા સૂત્રએ મુંબઈ મિરરને જણાવ્યું છે કે, સાગરિકા અને ઝહિર જલદી જ પેરેન્ટ્સ બનવાના છે. ઉલ્લેખનીય છે કે, ચક દે ઈન્ડિયા ફેમ સાગરિકાએ પતિ ઝહિરના બર્થ ડે પર ખાસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સાગરિકાએ લખ્યું હતું,
મારા બેસ્ટ ફ્રેન્ડ, મારા પ્રેમ અને હું ઓળખું છું તેમાંથી સૌથી નિઃસ્વાર્થ વ્યક્તિ. તારો તું હોવા માટે આભાર. માત્ર હું જ નહીં બધા જાણે છે કે તારા વિના મારું હોવું શક્ય નથી. હેપી બર્થ ડે હસબન્ડ. તું ઈચ્છે છે તે અને તેનાથી પણ વધારે તને બધું જ મળે. લવ યુ. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, સાગરિકા અને ઝહિર ક્યારે દુનિયા સાથે પેરેન્ટ્સ બનવાની ખુશી શેર કરે છે.