Western Times News

Gujarati News

ચાંદખેડામાં પતિના પરસ્ત્રી સાથેના સંબંધથી ત્રસ્ત પત્નિ પોલીસના શરણે

દહેજની વધુ એક ફરીયાદ :સાસરીયા ઓછું ભણેલી હોવાનાં મેંણા મારતાં તથા મકાન માટે રૂપિયા લઈ આવવા દબાણ સર્જતા હતા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 01062019: હાલમાં મહીલાઓ સાથે અત્યાચાર અને દહેજની ફરીયાદો ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે. થોડાં દિવસ અગાઉ જ લગ્ન કરી મુંબઈ ગયા બાદ મહીલાને કરંટ આપી દહેજ માટે યાતનામાંથી ગુજરવું પડયું હતું. એ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મહીલાઓને ઘણો સમય માનસિક ત્રાસની સારવાર લેવી પડી હતી. આવી જ બીજી અનેક ફરીયાદો પોલીસ તંત્રનાં ચોપડે રોજેરોજ નોંધાઈ રહી છે. શહેરમાં આશરે બે દહેજની અથવા સાસરીયાઓ દ્વારા ત્રાસની ફરીયાદો થાય છે. આ સ્થિતીમાં વધુ એક ફરીયાદ ચાંદખેડામાં નોધાઈ છે. જેમાં કલેકટર કચેરીમાં કામ કરતાં પતિને નાયબ કલેકટર સાથે લફરુ હોવાનું તથા સાસરીયા દહેજ લાવવા દબાણ કરતાં હોવાનાં પરીણીતાએ આક્ષેપ કર્યો છે.
હાલમાં ત્રીસ વર્ષીય રીંકલબેનનાં લગ્ન વર્ષ ર૦૧રમાં મહેસાણાનાં પાંચોર ગામના સુનીલભાઈ ગોવિંદભાઈ મહેતા સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેમને પાંચ વર્ષીય પુત્ર પણ છે.

શરૂઆતમાં રીંકલબેનનાં પતિ આણંદ ખાતે સરકારી નોકરીમાં હતા. બાદમાં તેમની બદલી મહેસાણા કલેકટર કચેરીમાં થઈ હતી. જેથી પતી-પત્ની બંને પરીવાર સાથે રહેવા આઈઓસી રોડ ચાંદખેડા ખાતેનાં ઘરે આવ્યા હતા. સુનીલભાઈ થોડા દિવસોમાં જ તેમને સાસુ-સસરા દ્વારા ઓછું અભ્યાસ હોવાના તથા અભણ વહુ મળી હોવાનાં મેણાં મારતાં હતા. ઉપરાંત તેમનો પુત્ર મોટો થઈ જતાં રીંકલબેનને તેમના પિતા પાસેથી રૂપિયા લાવી નવું મકાન લેવા માટે દબાણ કરતા હતા. આ અંગે પતિને કહેવા છતાં તે કંઈ બોલતાં નહતા.

દરમ્યાન પતિની વર્તણુંક બદલાતાં રીંકલબેને તપાસ કરતા. મહેસાણા કલેકટર કચેરીમાં નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતી મહીલા સાથે સંબંધ હોવાનું તેમને જાણવા મળ્યું હતું. આ અંગે સસરાને વાત કરતાં તેમણે પણ વાત ટાળી દીધી હતી અને સાસુ-સસરા તથા પતિ ત્રણેય તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. ઉપરાંત પતિ સુનીલભાઈએ સમજાવવા જતાં એમણે રીંકલબેનને પોતાના મા-બાપના ઘરે જતી રહે. નહીતર જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. અને તારા મા-બાપને જેલમાં પુરાવી દઈશ તેમ કહેતાં પંદર દિવસ અગાઉ રીંકલબેન તેમના પિતાના ઘરે રહેવા જતાં રહયા હતા.
ઘરે આવેલી દીકરીને જાઈ પરીવારજનોએ પુછપરછ કરતાં રીંકલે સમગ્ર હકીકત જણાવી હતી. જેથી તેનાં પરીવારજનો સુનીલભાઈ અને તેનાં માતાપિતાને સમજાવવા ગયા હતા.પરંતુ કોઈ પરીણામ ન આવતાં છેવટે રીંકલબેને ચાંદખેડા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. સમગ્ર પ્રકરણમાં નાયબ મામલતદાર સામે આક્ષેપો કરવામાં આવ્યા હોવાથી પોલીસ સત્ય હકીકત બહાર લાવવા માટે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.