Western Times News

Gujarati News

રાંધણ ગેસ સીલીન્ડરના ભાવમાં વધારો થવાના સંકેત

(પ્રતિનિધિ) અમદાવાદ 01062019: થોડાક સપ્તાહ પહેલાં જ રાંધણગેસના ભાવમાં વધારો થયા બાદ નવી સરકારની રચના બાદ ફરી એક વખત રાંધણગેસના ભાવોમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. સબસીડીવાળા તથા સબસીડી વગરના ગેસમાં વધારો કરવામાં આવે તેવુ સરકારી સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
અત્રે ઉલ્લેનીય છે કે ગત મે માસમાં સબસીડી ગેસના સીલીન્ડર ર૮ પૈસા તથા સબસીડી વગરના સીલીન્ડરમાં રૂ.૬નો વધારો થયો હતો. નવા વધારા વિશે જાણવા મળે છે તે પ્રમાણે સબસીડી વગરના સીલીન્ડરો પર પ૦ પૈસા સુધી તેમજ સબસીડી વગરના ગેસમાં રૂ.પ થી રૂ.૭ સુધીનો વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.