ચામડીના રંગની મજાક પર શાહરુખની પુત્રી ભડકી
મુંબઈ: શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાને તે ટ્રોલર્સને સણસણતો જવાબ આપ્યો છે. જે સોશિયલ મીડિયા પર લોકોના કાળા કલરની મજાક ઉડાવે છે. હકીકતમાં, સુહાના ખાનને સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે ‘કાલી’ કહી હતી. જે પછી તેણે પોતાની એક તસવીર શૅર કરી છે.
આ સાથે જ યૂઝર્સ દ્વારા તેમના પર કરવામાં આવેલી કમેન્ટ્સ પણ શૅર કરી છે. સુહાના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે જણાવ્યું કે,’ આ તેવા દરેક લોકો માટે જે હિંદી બોલતા નથી, મેં વિચાર્યું કે તેમને કંઈક જણાવી દઉં.
બ્લેક કલરને હિંદીમાં કાલા કહેવાય છે અને કાલી શબ્દનો ઉપયોગ એક મહિલા વિશે થાય છે જે ડાર્ક કલરની હોય છે. સુહાના ખાને આ પોસ્ટ સાથે લખ્યું કે,’હાલ બહુ બધું ચાલી રહ્યું છે અને આ તેવા મુદ્દામાંથી એક છે. જેને આપણે સરખું કરવાની જરુર છે. આ માત્ર મારા વિશે જ નથી. આ દરેક યુવા છોકરા/છોકરી વિશે છે.
જે કોઈ કારણ સાથે હીન ભાવના સાથે મોટું થતું જાય છે. જ્યારે હું ૧૨ વર્ષની હતી ત્યારે મને લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે હું મારી ચામડી સાથે કદરૂપી છું. આ ટીપ્પણી ભારતના લોકો કરે છે. જ્યારે આપણે દરેક ભારતીય મુખ્ય રીતે બ્રાઉન કલરના જ હોય છે. પોતાના જ લોકો સાથે નફરત કરવાનો મતલબ છે કે તમે દર્દમાં છો. મને દુખ છે કે
જો સોશિયલ મીડિયા ઈન્ડિયન મેચમેકિંગ ત્યાં સુધી કે તમારી પોતાની ફેમીલીએ પણ તમને આશ્વસ્ત કર્યું છે કે જો તમે ૫”૭ છો અને તમારો કલર સાફ નથી તો તમે સુંદર નથી. હું ૫”૩ ની છું અને બ્રાઉન કલરની છું. પછી હું ખુશ છું અને તમારે પણ હોવું જોઈએ. સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને વારંવાર પોતાની તસવીરો અને વીડિયોઝ પણ શૅર કરતી રહે છે. આ સાથે જ સુહાના ખાન પોતી મેકઅપ સ્કિલ અને ફેશન સેન્સને લઈને પણ ચર્ચામાં રહે છે.