Western Times News

Gujarati News

ચિદમ્બરમે સીબીઆઈને સહકાર નહી આપતા રિમાન્ડ મેળવવાની તજવીજ

નવી દિલ્હી : ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ ૩૬ કલાકની ભારે જહેમત બાદ આખરે ગઈકાલે રાત્રે પૂર્વ નાણાં અને ગૃહમંત્રી અને કોંગ્રેસના અગ્રણી પી. ચિદમ્બરમની ધરપકડ કરતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે ગઈકાલે રાત્રે ધરપકડ કરાયા બાદ ચિદમ્બરમને સીબીઆઈ હેડકવાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં અધિકારીઓએ મોડી રાત સુધી તેમની પુછપરછ કરી હતી પરંતુ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પુછપરછમાં પી. ચિદમ્બરમ સહકાર નહી આપતા હોવાનું જાણવા મળી રહયું છે.

આજે બપોરે ર વાગ્યા બાદ સીબીઆઈની ખાસ કોર્ટમાં ચિદમ્બરમને રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે જાકે તે પહેલા તેમનો મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવશે. રાત્રે ધરપકડ કરાયા બાદ પુછપરછમાં સહકાર નહી આપતા ચિદમ્બરમને કસ્ટડીમાં રાખવાનો નિર્ણય કરાયો હતો પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દેતાં આખરે સીબીઆઈના અધિકારીની ચેમ્બરમાં તેમને બેસાડવામાં આવ્યા હતાં.

સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ભ્રષ્ટાચાર, મની લોન્ડરીંગ સહિતના કેસોમાં પૂર્વ મંત્રી અને કોંગ્રેસ અગ્રણી પી. ચિદમ્બરમ વિરૂધ્ધ કાનૂની ગાળ્યો કસાયો હતો. આઈએનએક્સ મીડિયામાં ૩૦૦ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો.

દિલ્હી હાઈકોર્ટે પ્રારંભમાં ચિદમ્બરમની ધરપકડ નહી કરવા નિર્દેશ આપ્યો હતો પરંતુ ત્યારબાદ સીબીઆઈએ પુરાવા સાથે કોર્ટમાં રજુઆત કરતા હાઈકોર્ટે તેમના જામીન પાછા ખેંચી લીધા હતા

જેના પગલે તેમની ધરપકડનો માર્ગ મોકળો થયો હતો જાકે હાઈકોર્ટના નિર્દેશ બાદ પી. ચિદમ્બરમ ભૂર્ગભમાં જતા રહયા હતા અને ગઈકાલે સાજે અચાનક જ પત્રકારો સમક્ષ હાજર થઈ સીબીઆઈ અને ઈડી વિરૂધ્ધ આક્ષેપો કર્યાં હતાં. બીજીબાજુ રાત્રે સીબીઆઈના અધિકારીઓએ ચિદમ્બરમની ધરપકડ કરી હતી. ચિદમ્બરમની ધરપકડ કર્યા બદા સીબીઆઈના અધિકારીઓ તેમને હેડકવાર્ટર ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેમની પુછપરછ શરૂ કરી હતી.

ખાસ કરીને ૧ર જેટલા ગંભીર સવાલો તેમને પુછવામાં આવ્યા હતા જાકે આ તમામ સવાલોનો જવાબ આપવાનું તેમણે ટાળ્યુ હતું અને સહકાર આપ્યો ન હતો જેના પરિણામે સીબીઆઈના અધિકારીઓએ તેમની પુછપરછ અટકાવી દીધી હતી અને તેમને કસ્ટડીમાં બેસાડવાનો આદેશ કરાયો હતો. જાકે ચિદમ્બરમને કસ્ટડીમાં જવાની ના પાડતાં તેમના હોદ્દાને ધ્યાનમાં રાખી આખરે સીબીઆઈના અધિકારીની ચેમ્બરમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતાં.

સવાર પડતાં જ સીબીઆઈના અધિકારીઓએ ફરી વખત સવાલો પુછવાનું શરૂ કર્યું હતું પરંતુ ચિદમ્બરમ જવાબો આપવાનું ટાળી રહયા છે. પી. ચિદમ્બરમે વિદેશોમાં પણ મિલકતો ખરીદી હોવાના આક્ષેપો થઈ રહયા છે આ ઉપરાંત શેરબજારમાં તેમના પુત્રને આડકતરી રીતે મોટો લાભ કરાવી આપ્યો હતો. આ તમામ પ્રશ્નો પુછાયા છે સાથે સાથે આજે તેમને બપોરે ર.૦૦ વાગ્યા બાદ સીબીઆઈની કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે

પરંતુ તે પહેલા સીબીઆઈના અધિકારીઓની ટીમ તેમને લઈ મેડીકલ ટેસ્ટ કરાવવા રવાના થવાની છે અને મેડીકલ ટેસ્ટ કરાયા બાદ તેમને સીધા જ કોટમાં રજુ કરવામાં આવનાર છે. સીબીઆઈના અધિકારીઓ ૧૪ દિવસના રિમાન્ડ માંગે તેવી શકયતા છે. આ ઉપરાંત સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ દ્વારા આજે તેમના રહેણાંક તથા ધંધાના સ્થળો ઉપર પણ સર્ચ ઓપરેશન કરવામાં આવે તેવી શક્યતા છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ સામે પણ અનેક ગુના નોંધાયેલા છે.

પરંતુ કોર્ટમાંથી તેને પણ રાહત મળેલી હોવાથી હવે તેની સામે પણ ગાળ્યો કસવામાં આવનાર છે. આ કેસમાં પી. ચિદમ્બરમ સાથે સંકળાયેલી ઈન્દ્રાણી હાલ તેની જ પુત્રીના હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહી છે તેથી આઈએનએસ કંપની સાથે જાડાયેલી ઈન્દ્રાણીની જેલમાંથી સીબીઆઈના અધિકારીઓ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરે તેવી પણ શક્યતાઓ જાવા મળી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.