ચીનના વેપારી, ઉદ્યોગ તજજ્ઞોને વિઝા પહેલાં સુરક્ષા મંજૂરી જરુરી
નવી દિલ્હી: નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે હજુ વિવાદ ચાલુ છે. ચીન સતત એવી હરકતો કરી રહ્યું છે, જેનાથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ વધે. ભારત અને ચીનની વચ્ચે ૧૫ જૂને સૈન્ય સંઘર્ષ થયો, જેમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા.
ભારતીય જવાનોએ ચીનના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો અને શહીદ જવાનોની શહીદીનો બદલો લીધો. હવે, ભારત ચીનની સામે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. હવે ચીનના વીઝાને લઈને એક્સ્ટ્રા તપાસ અન સ્થાનિક યુનિવર્સિટીઓ સાથે બેઈજિંગ કનેક્શનની ભારત તપાસ કરી રહ્યું છે.
ભારત હવે ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ચારેતરફથી તેને ઘેરી રહ્યું છે. નામ જાહેર ન કરવાની શરતે સીનિયર અધિકારીઓએ જણાવ્યું કે, વિદેશ મંત્રાલયે ર્નિણય કર્યો છે કે, ચીનના વેપારીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગ તજજ્ઞો અને વકીલાત સાથે સંકળાયેલા જૂથો માટે વીઝા પહેલા સુરક્ષા મંજૂરી લેવી પડશે.
એક અધિકારીએ કહ્યું કે, ચીનની સંસ્થાઓની સાથે ભારતીય યુનિવર્સિટીઓની ગતિવિધિઓમાં હવે મોટી અડચણ આવવાની પૂરી શક્યતા છે.
સરકાર ભારતની ટેકનોલોજિકલ સંસ્થાઓ, બનારસ હિંદુ યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓની વચ્ચે હસ્તાક્ષર કરાયેલા ૫૪ કરારોની સમીક્ષા કરી રહી છે. તે સાથે જ અન્ય સત્તાવાર ચીની ભાષા તાલિમ કાર્યાલયની લિંકની પણ તપાસ થઈ રહી છે, જેને હનબન તરીકે ઓળખવામાં આવે છે, જે દુનિયભારમાં કન્ફ્યૂશિયસ સંસ્થાઓ ચલાવે છે.
અધિકારીઓએ કહ્યું કે, મેન્ડરિન ભાષાના પુસ્તકો સિવાય, ચીનની સંસ્થાઓ સાથેના કરાર બંધ થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, સસ્થાઓનો ઉપયોગ નીતિ બનાવનારાઓ, થિંક ટેંક, રાજકીય પક્ષો, કોર્પોરેટ્સ અને શિક્ષણવિદોને પ્રભાવિત કરવા માટે કરવામાં આવે છે.
ખાસ વાત એ છે કે, ભારત એવો પહેલો દેશ નથી, જે ચીન પર લગામ કસી રહ્યો છે. આ પહેલા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આવું પગલું ઉઠાવી ચૂક્યા છે. જુલાઈની શરૂઆતમાં જ અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ ચીનને અમેરિકા માટે સૌથી મોટો ‘ખતરો’ જણાવ્યું હતું. તે પહેલા ૩૦ જૂને અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન્સ કમીશન એટલે ક એએફસીસીએ પણ ચીનની હુવાવે અને ઝેડટીઈે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બતાવી હતી.
જુલાઈમાં જ અમેરિકાએ ટેક્સાસના હ્યૂસ્ટન સ્થિતિ ચીનના કોન્સુલેટને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો મુજબ, એવું એટલા માટે કરાયું કે, ચીન ‘ઈન્ટેલક્યુઅલ પ્રોપર્ટી’ ચોરી રહ્યું હતું. બદલામાં ચીને પણ ચેંગડૂ સ્થિત અમેરિકાના કોન્સુલેટને બંધ કરી દીધું. અમેરિકાએ ૭ જુલાઈએ ચીનના એ અધિકારીઓ પર વીઝા પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો, જે અમેરિકાના પત્રકાર, ટૂરિસ્ટ્સ, ડિપ્લોમેટ્સ અને અધિકારીઓને તિબેટ જતા રોકવા માટે જવાબદાર હતા.