ચીનની સરહદ પર સૈનિકોને ભીષણ ઠંડીથી બચાવવા યુએસથી સ્પેશયલ કપડા આવ્યા
નવીદિલ્હી, ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતીય સૈનિકો માટે અમેરિકાથી વિશેષ કપડાનો પ્રથમ જથ્થો આવી ગયો છે આ કપડા ભીષણ ઠંડીમાં પણ ભારતીય સૈનિકોને સરહદ પર કોઇ મુશ્કેલી વગર તહેનાત રહેવામાં મદદ કરશે એ યાદ રહે કે ચીન સાથેના વિવાદનો હાલ ઉકેલ આવે તેવી સંભાવના દેખાતી નથી લદ્દાખમાં ભારતીય સૈનિકોને લાંબા સમય સુધી રહેવું પડી શકે છે આવામાં ભારત પણ પોતાના સૈનિકોને સરહદ પર રાખવા માટે બધી વ્યવસ્થા કરી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભીષણ ઠંડી માટે અમેરિકાથી વિશેષ કપડાનો પ્રથમ જથ્થો ભારત આવી ગયો છે લદ્દાખ સરહદ પર રહેલા જવાનો તેના ઉપયોગ પણ કરી રહ્યાં છે સુત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના સખત ઠંડી માટે પોતાની પાસે લગભગ ૬૦ હજારસૈનિકોના હિસાબે વિશેષ કપડાનો સ્ટોક રાખે છે.આ સ્ટોક પશ્ચિમી અને પૂર્વી બંન્ને સીમા ફ્રન્ટ માટે હોય છે જાે કે આ વર્ષે બીજા ત્રીસ હજાર સેટની જરૂર હતી ચીનના વલણના કારણે લદ્દાખમા ંસૈનિકોની સંખ્યા વધારવામાં આવી છે જેથી ભારતને વધારે જર્સીઓની જરૂર પડશે.
એ યાદ રહે કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ મે મહિનાથી ચાલી રહ્યો છે બંને દેશો વચ્ચેનો વિવાદ જુન મહિનાના મધ્યમાં ગલવાન ઘાટીની ઘટનાના કારણે ધણો ગંભીર થઇ ગયો હતો ભારતે પોતાના ૨૦ સૈનિકોની શહાદત પર સખત પ્રતિક્રિયા આપી હતી.
ભારતે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ૨૦૦થી વધારે ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે ભારતે ચીનને સ્પષ્ટ કર્યું છે કે સરહદ પર અશાંતિ સાથે બંન્ને દેશો વચ્ચે સંબંધો સામાન્ય રહી શકે નહીં બંન્ને પક્ષોમાં સૈન્ય અને વાર્તા વિવાદ છતાં ઉકેલ આવે તેમ લાગી રહ્યું નથી.HS