Western Times News

Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણીમાં બ્રિડેન ની સરસાઇ: ટ્રંપ કોર્ટમાં જશે

વોશિંગ્ટન, દુનિયાની સૌથી મોટી શક્તિઓમાં સામેલ અમેરિકાની સત્તા કોની પાસે રહેશે તેનો નિર્ણય કરવામાટે અમેરિકી નાગરિકોએ મતદાન કર્યું હતું આ ચુંટણી જંગમાં રિપલ્બિકન પાર્ટી તરફથી વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અનેપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જાે બ્રિડેન વચ્ચે મુકાબલો હતોે. રાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચુંટણીની મતગણકરીમાં બ્રિડેન આગળ ચાલી રહ્યાં છે અને તેમને સરસાઇ મળી છે. ૫૩૮ ઇલેકટ્રરલ વોટ્‌સમાંથી બહુમતિ માટે ૨૭૦ મતની જરૂરત છે.

દેશમાં અનેક જગ્યાએ ટ્રંપની વિરૂધ્ધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં.એકસર્વેમાં રોચક માહિતી સામે આવી છે તે અનુસાર અમેરિકાના મુસ્લિમ મતદારોનું વલણ ડેમોક્રેટ ઉમેદવાર બ્રિડેન તરફ જાેવા મળ્યું છે ધ કાઉસિલ ઓફ અમેરિકન ઇસ્લામિક રિલેશંસ તરફથી કરાવવામાં આવેલ આ સર્વે અનુસાર લગભગ ૬૯ ટકા મુસ્લિમ મતદારોએ બ્રિડેનને મત આપ્યા છે તો માત્ર ૧૭ ટકાએ ટ્રંપને સમર્થન આપ્યું છે.

ડેમોક્રેટિક પાર્ટડીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બ્રિડેને એરિજાેનામાં ટ્રંપને પરાજય આપ્યો છે આ જીત ડેમોક્રેટિક પાર્ટી માટે એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે કારણ કે વ્હાઇટ હાઉસ સુધી પહોેંચવા માટે જરૂરી ૨૭૦ ઇલેકટ્‌ોલ વોટ્‌સમાંથી ૧૧ ઇલેકટ્રલ કોલેજ વોટ્‌સ આ રાજયથી છે.વર્ષ ૧૯૯૬ બાદ એવું પહેલીવાર થયું છે જયારે ડેમોક્રેટિક પાર્ટીના કોઇ ઉમેદવારે આ રાજયમાં જીત હાંસલ કરી છે. ટ્‌પે એરિજોનામાં વર્ષ ૨૦૧૬માં ૩.૫ ટકા પોઇન્ટ સાથે જીત હાંસલ કરી હતી.

મતગણતરી દરમિયાન જ ટ્રંપે પોતાની જીતનો દાવોકરી દીધો છે વ્હાઇટ હાઉસથી આપેલ પોતાના ભાષણમાં ટ્રંપે કહ્યું કે તે આ ચુંટણી જીતી જ ગયા છે તેમણે બ્રિડેનની ટીમ પર ચુંટણીમાં છેંતરપીડીનો પણ આરોપ લગાવ્યો જાે કે જયારે તેમને આ જીતના દાવાની બાબતે પુછવામાં આવ્યો તો ટ્રંપે કહ્યું કે જીતવાનું સરળ હારવાનું બિલકુલ નહીં હું ચુંટણી રાત માટે ભાષણની તૈયારી કરીને આવ્યો નથી ટ્રંપે અલાસ્કા અરૈંસસ કૈંટકી લુઇજિયાના મિસિસિપ્પી નેબ્રાસ્કા નોર્થ ડકોટા સાઉથ ડકોટા ઓકલાહોમા ટેનેસી વેસ્ટ વર્જિનિયા વ્યોમિંગ ઇડિયાના સાઉથ કેરોલાઇના રાજયમાં જીત હાંસલ કરી છે જયારે બ્રિડેને પારંપારિક ડેમોક્રેટ રાજય કોલોરોડી કનાકિટકટ ડેલીવારી ઇલિનાય મરીલૈંડ મેસાચ્યુસેટ્‌સ ન્યુજર્સી ન્યુ મેકિસકો ન્યુયોર્ક રોડ આઇલૈંડ વરમોંટ અને વર્જિનિયામાં જીત હાંસલ કરી છે.ટ્રપે જણાવ્યું હતું કે તેઓ કોર્ટની શરણ લઇ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.