ચીની દુતાવાસ હવે નેપાળના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિને સીધી રીતે મળી શકશે નહીં
કાઠમંડૂ, નેપાળને ભારત વિરૂધ્ધ ભડકાવતા રહેતા ચીનના રાજદુત હાઓ યાંકીને મોટો ઝટકો લાગ્યો છે ચીની રાજદુત હવે નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિને સીધી રીતે મળી શકશે નહીં હકીકતમાં નેપાળના વિદેશ મંત્રાલયે વિદેશી રાજદ્વારીે માટે નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે જે મુજબ હવે કોઇ પણ ફોરેન ડિપ્લોમેટ કોઇ પણ નેતા સાથે સીધી મુલાકાત કરી શકશે નહીં.
બીજા દેશોની જેમ એક નિર્ધારિત પ્રક્રિયા કે પ્રોટોકોલ અને ચેનલ રહેશે સુત્રોના જણાવ્યા અનુસાર મહિનાથી નેપાળમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે આ દરમિયાન ચીનના રાજદુત હાઓ યાકીએ સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી(એનસીપી)ના અનેક નેતાઓ ઉપરાંત રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી સાથે પણ સીધેસીધી મુલાકાત કરી હતી ઓલીની સત્તા બચાવવા માટે રાત દિવસ એક કરનારા ચીનના રાજદુત હાઓ યાંકી વિરૂધ્ધ નેપાળમાં રસ્તાઓથી લઇને રાજકીય ગલિયારામાં વિરોધ વધી ગયો છે. કહેવાય છે કે દેશમાં ઉઠેલા આ વિરોધી ચોંકી ગયેલી ઓલી સરકારે આ પગલું લેવા માટે મજબુર થવું પડયું છે એ યાદ રહે કે પાકિસ્તાનમાં કામ કરી ચુકેલા હાઓ યાંકીએ નેપાળના પ્રધાનમંત્રીથી લઇને સેના પ્રમુખ સુધ્ધાને પોતાના ઇશારા પર ચાલવા માટે મજબુર કરેલા છે સટાસટ ઉર્દૂ બોલતા હાઓ હાલ નેપાળમાં ભારત અને અમેરિકા વિરૂધ્ધ ચીની એજન્ડાને સેટ કરવામાં કામે લાગેલા છે.
ચીની રાજદુુતની નવી પેઢી સાથે સંબંધ ધરાવતી વુલ્ફ વોરિયર હાઓએ ખુબ જ ઓછા સમયની અંદર નેપાળના સત્તાના ગલિયારામાં જાેરદાર પકડ જમાવી દીધી છે. તેમની કોશિશ છે કે કોઇ પણ રીતે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીને ઓલીના સમર્થનમાં ઉભી રાખવામાં આવે જે હાલ ભારત વિરૂધ્ધ સતત અનેક નિર્ણયો લઇ ચુકયા છે એટલું જ નહીં ઓલી સરકારે ચીની રાજદુતના ઇશારે અમેરિકાથી મળનારી ૫૦ કરોડ ડોલરની મદદ ઉપર પણ ઠંડુ પાણી રેડી દીધુ હતું.
ચીનને એવું લાગે છે કે ઓલી જ એ હુકમનો એકકો છે જે નેપાળમાં ભારત અને અમેરિકાના પ્રભાવને ખતમ કરવામાં ઉપયોગમાં લઇ શકાશે ઓલી પણ છેલ્લા કેટલાક દિવસથી સતત ચીની રાજદુતના ઇશારે ભારત વિરૂધ્ધ ઝેર ઓકતા હતાં તેમની કોશિશ છે કે ભારત વિરૂધ્ધ નિવેદનો આપીને તથા પગલા ભરીને ચીનને ખુશ રાખવું જેથી તેમની સત્તા પણ બચી રહેશે આ બાજુ ભારતના આંકરા વલણ બાદ ઓલીના સુર બદલાયા છે ઓલીએ ભારતના સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પણ કર્યો હતો આ દરમિયાન ભારત નેપાળ સંબંધો વધારવા પર ભાર મુકયો હતો.HS