ચેક રિટર્ન કેસમાં અમિષા પટેલ સામે જામીનપાત્ર વોરંટ
ભોપાલ, બોલીવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ સામે મોટી મુસિબત ઉભી થઈ છે.ચેક બાઉન્સ થવાના મામલામાં ભોપાલ કોર્ટે અમિષા પટેલને જામીનપાત્ર વોરંટ પાઠવ્યુ છે. અમિષા પટેલ સામે ચેક બાઉન્સનો કેસ ચાલી રહ્યો છે.તેને હવે ૪ ડિસેમ્બરે થનારી વધુ સુનાવણી દરમિયાન હાજર રહેવુ પડશે.
ન્યૂઝ ચેનલના હેવાલ પ્રમાણે યુટીએપ ટેલિફિલ્મસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ કેસ કરવામાં આવ્યો છે.એક્ટ્રેસે ફિલ્મ બનાવવા માટે પૈસા લીધા હતા. અમિષા પટેલે જ્યારે આ રકમ આપવા માટે બે ચેક આપ્યા ત્યારે ૩૨.૨૫ લાખના આ ચેક બાઉન્સ થયા હતા.
જાેકે આ મુદ્દે હજી સુધી અમિષા પટેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અમિષા પટેલ બોલીવૂડમાં કહોના પ્યાર હૈ, ગદર , હમરાઝ જેવી સુપરહિટ ફિલ્મો સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.આગામી સમયમાં અમિષા પટેલ સની દેઓલ સાથે ગદર-૨માં પણ નજરે પડશે.SSS