Western Times News

Gujarati News

રોહિત-બુમરાહને રિટેન કર્યા, પંજાબે એકેયને ન જાળવ્યા

File

નવી દિલ્હી, આઈપીએલની ૧૫મી સીઝન માટે ક્રિકેટરોની હરાજી થાય તે પહેલા હાલની આઠ ફ્રેન્ચાઈઝીઓ માટે પોતાના ખેલાડીઓમાંથી જેમને પણ રિટેન કરવાના હોય તે માટેની સમય મર્યાદા આજે પૂરી થઈ રહી છે. આઠ ટીમો દ્વારા રિટેન થયેલા ખેલાડીઓ બાદ આઈપીએલની નવી બે ફ્રેન્ચાઈઝી લખનૌ અને અમદાવાદને એક થી ૨૫ ડિસેમ્બર વચ્ચે ત્રણ-ત્રણ ખેલાડીઓને પસંદ કરવાનો મોકો મળશે અને એ પછી જાન્યુઆરીમાં હરાજી થશે.

હાલની આઠ ટીમો કયા ખેલાડીઓને રિટેન કરશે તે અંગે ક્રિકેટ માટેની વેબસાઈટે અહેવાલ રજૂ કર્યા છે.આ ખેલાડીઓ નીચે પ્રમાણે છે. દિલ્હી કેપિટલ્સઃ પંત, નોર્કિયા , પૃથ્વી શો અને અક્ષર પટેલને રિટેન કરાશે.જ્યારે શ્રેયસ ઐયર દિલ્હીની ટીમ છોડી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સઃ પાંચ વખતની ચેમ્પિયન ટીમ રોહિત શર્મા અને બુમરાહને રિટેન કર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સઃ ધોની, જાડેજા, મોઈન અલી અને ઋતુરાજ ગાયકવાડ, પંજાબ કિંગ્સઃ આ ટીમે એક પણ ખેલાડી રિટેન કર્યો નથી, કોલકાતા નાઈટ રાઈડર્સઃ રસેલ, સુનિલ નરેન, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર, રાજસ્થાનઃ સંજુ સેમસન, જાેસ બટલર અને યશસ્વી જયસ્વાલ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ કોહલી અને મેક્સવેલ, સનરાઈઝર્સ હૈદ્રાબાદઃ કેન વિલિયમસન તેમજ રાશીદ ખાન.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.