ચોમાસામાં સાપ કરડવાના કિસ્સા વધ્યાઃ રપર૩ બનાવ
(પ્રતિનિધિ ) અમદાવાદ: ગુજરાતમાં ચોમાસા દરમ્યાન સાપ કરડવાના બનાવો વધારે બનતા જાેવા મળી રહ્યા છે. અમદાવાદમાં ચાલુ વર્ષે જુલાઈ માસમાં જ સાપ કરડવાના ૩૬ કેસ નોંધાયા છે. તો ચાલુ વર્ષે જુલાઈ માસ સુધીમાં રાજ્યમાં સાપ કરડવાના કુલ રપર૩ બનાવ બન્યા છે. વલસાડમાં સૌથી વધારે ર૯૧ કેસ નોધાયા છે. વરસાદનું પાણી સાપના દરમાં જતુ હોવાથી સાપ બહાર નીકળી જતા હોય છે. ગુજરાતમાં દર વર્ષે અંદાજે ૪ થી પ હજાર કેસ સાપ કરડવાના બનતા હોય છે.
ઈમરજન્સી સેવા ૧૦૮ના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજયમાં વર્ષે ર૦૧૬માં ૪૧પ૬ કેસ નોંધાયા હતા. વર્ષ ર૦૧૭માં ૪પ૯ર, વર્ષ -ર૦૧૮માં ૪૮૦૬ અને વર્ષ ર૦૧૯માં પપ૪પ કેસ નોંધાયા હતા. સાપ કરડવાના કિસ્સામાં અડધાથી એક કલાક પહેલા દવાખાને પહોચવુ જરૂરી છે.
સાપ કરડે ત્યાં દોરી બાંધી દેવી જેથી ઝેર શરીરના અન્ય ભાગોમાં પ્રસરી જાય નહી. કાળોતરો, કોબ્રા નાગ, ખડચિતરો, ફોરસા ઝેરી સાપની ગણતરીમાં આવે છે. બાકીના સાપ લગભગ બિનઝેરી પ્રકારના હોયછ ે. ઘો, પાટલા ઘો, બિનઝેરી છે. તે કરડે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી.