છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨૫ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યનાં ૨૫ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૪ દર્દીઓ રિકવર થયા છે. તો બીજી તરફ ૧૨,૧૨,૩૦૪ નાગરિકો કોરોનાને મ્હાત કરી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૭ ટકાએ પહોંચી ચુક્યો છે. તો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૨,૭૭,૯૨૦ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
હાલ રાજ્યમાં માત્ર ૪૪૩ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૪૩૮ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૩૦૪ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.
અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૦૯૩૯ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર છે કે, આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨, વડોદરા કોર્પોરેશન ૪, ગાંધીનગર કોર્પોરેશન ૨, આણંદ, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર, મહેસાણા, નવસારી અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. ૧૮ વર્ષથી વધારે ઉંમરના ૪૮૮૩ ને રસીનો પ્રથમ અને ૨૫૪૩૨ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૪૯૨ ને પ્રથમ અને ૨૧૧૩૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. આ ઉપરાંત ૯૭૬૬ ને પ્રિકોર્શન ડોઝ અને ૧૨-૧૪ વર્ષના તરૂણોમાં ૨૧૫૨૦૮ ને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. આજે કુલ ૨,૭૭,૯૨૦ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં ૧૦,૪૩,૯૮,૭૫૮ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS