Western Times News

Gujarati News

પેરિસમાં આવેલી એફિલ ટાવરની ઉંચાઈ ૨૦ ફુટ વધી ગઈ

પેરિસ, વિશ્વની અજાયબીમાં સ્થાન ધરાવતા અને સહેલાણીઓ માટે આકર્ષણ બની ગયેલા પેરીસની ઉંચાઈ રાતોરાત ૬ મીટર અથવા તો ૨૦ મીટર વધી ગઈ છે.ઇસ ૧૮૮૯માં નિર્મિત થયેલો આ ટાવર વાસ્તવમાં ૨૦ વર્ષનું જ આયુષ્યનો હશે તેમ માનવામાં આવતું હતું પણ તે આજે એક સદી બાદ પણ અડીખમ છે.

આમ વર્તમાનમાં એફીલ ટાવર પર એક નવો રેડીયો એન્ટીના લગાવાયો છે.જેના કારણે આ ટાવરની ઉંચાઈ ૨૦ ફુટ વધી ગઈ છે.હેલીકોપ્ટરની મદદથી એન્જીનીયર્સની ટીમે આ કામ પાર પાડયું હતું.બે એન્જીનીયર્સ એ આ એન્ટીનાના નટ બોલ્ટ ફીટ કર્યા તે દ્રશ્ય જમીન પરથી હજારો લોકોએ નિહાળ્યું હતું.ટાવર કંપનીને આ એન્ટીનાની મોટી આવક પણ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.