ફિલ્મોમાં ૨૫ વર્ષની કૅરિઅર પછી તિલોત્તમા હોરર ફિલ્મમાં જોવા મળશે
૨૦૦૧માં ‘મોનસીન વેડિંગ’ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું
મેં એક હોરર ફિલ્મ આત્મામાં ૨૦૧૩માં કેમિયો કર્યાે હતો. પરંતુ હવે હું ખૂબ ઉત્સાહિત છું કારણ કે હું ટૂંક સમયમાં એક હોરર ફિલ્મમાં કામ કરવા જઈ રહી છું ઃ તિલોત્ત
મુંબઈ,તિલોત્તમા શોમ વૈવિધ્યપૂર્ણ રોલ કરવા માટે જાણીતી એક્ટ્રેસ છે. તેણે નવેમ્બર ૨૦૦૧માં ‘મોનસીન વેડિંગ’ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું, હવે ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પુરા કરી લીધાં છે. ગયા અઠવાડિયે તેની ફિલ્મ ‘ઇક્કા’ રિલીઝ થઈ છે, જે તેની અત્યાર સુધીમાં સૌથી કમર્શીયલ ફિલ્મ છે, જેમાં તેની સાથે સની દેઓલ અને અક્ષય ખન્ના પણ છે. ગયા વર્ષે તે ‘બક્શો બોંદી અકા શેડોબોક્સ’ બંગાળી ફિલ્મ સાથે પ્રોડ્યુસર પણ બની ગઈ છે.
ત્યારે હવે એક ઇન્ટરવ્યુમાં પોતાની આગામી ફિલ્મ વિશે વાત કરી છે. છેલ્લા ૨૫ વર્ષમાં તિલોત્તમાએ લગભગ દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ એક જ પ્રકારની ફિલ્મ બાકી રહી છે – હોરર ફિલ્મ. આ અંગે તેણે કહ્યું, “તમે સાચું કહો છો. મેં હજી સુધી કોઈ હોરર ફિલ્મ કરી નથી. જોકે મેં એક હોરર ફિલ્મ આત્મામાં ૨૦૧૩માં કેમિયો કર્યાે હતો. પરંતુ હવે હું ખૂબ ઉત્સાહિત છું કારણ કે હું ટૂંક સમયમાં એક હોરર ફિલ્મમાં કામ કરવા જઈ રહી છું. હાલમાં તેની તૈયારી કરી રહી છું અને ખુબ જલ્દી તેનું શૂટિંગ શરૂ થવાનું છે.”
જ્યારે પોતાની પ્રોડ્યુસર તરીકેની ફિલ્મ વિશે તેણે કહ્યું,“એક અભિનેત્રી તરીકે મને સમજાયું કે નિર્માતાની જવાબદારી પણ સંભાળવી સારી બાબત છે. તે તમને સેટ પર ઊભી થતી વાસ્તવિક સમસ્યાઓ સમજવામાં મદદ કરે છે અને તમે તેનાં ઉકેલનો ભાગ બની શકો છો. ઘણીવાર કલાકારોને સેટ પર આવી રહેલી મુશ્કેલીઓ વિશે જાણ કરવામાં આવતી નથી. પરિણામે તેમને લાગે છે કે તેમની સાથે કોઈ વાતચીત થતી નથી અથવા કોઈ કારણ વિના તેમની સાથે ખરાબ વર્તન થઈ રહ્યું છે.”SS1
