બોલિવૂડમાં કોઈ ગોડફાધર વગર ટકી રહેવા ‘ભ્રમ’માં રહેવું જરૂરી છે : રાઘવ જુયાલ
‘ભાઈ તેરા સ્ટાર હૈ’માં સોલો લીડ હીરો તરીકે જોવા મળશે
રાઘવ જુયાલે ક્રોકરોક્સ તરીકે એક ડાન્સ પાર્ટિસિપન્ટ તરીકે ડાન્સ રિયાલિટી શોથી કૅરિઅરની શરૂઆત કરી હતી
મુંબઈ,રાઘવ જુયાલે ક્રોકરોક્સ તરીકે એક ડાન્સ પાર્ટિસિપન્ટ તરીકે ડોન્સ રિયાલિટી શોથી કૅરિઅરની શરૂઆત કરી હતી. પછી તેણે એંકર, ડાન્સ આધારીત ફિલ્મમાં અને મોટી કાસ્ટવાળી ફિલ્મમાં ધીરે ધીરે એક્ટિંગની કૅરિઅર શરૂ કરી છે. છેલ્લે તેણે કિલમાં એક ક્›ર વિલનનો પણ રોલ કર્યાે અને વેબ સિરીઝમાં પણ જોવા મળ્યો. હવે તે પહેલી વખત ‘ભાઈ તેરા સ્ટાર હૈ’માં સોલો લીડ હીરો તરીકે જોવા મળશે. વિવેક બી. અગ્રવાલ દિગ્દર્શિત આ ફિલ્મમાં રાઘવ ‘અજય સિંહ’ નામના યુવકના રોલમાં જોવા મળશે, જે તમામ મુશ્કેલીઓ વચ્ચે સ્ટાર બનવાનું સપનું જુએ છે.
ત્યારે એક ઇન્ટરવ્યુમાં રાઘવે જણાવ્યું કે જો ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર કે મોટા પ્રોડયુસરનો સહકાર ન હોય તો પોતાની જાત પર અડગ વિશ્વાસ જ સૌથી મોટી શક્તિ બને છે. રાઘવે કહ્યું, “જ્યારે તમારી પાછળ કોઈ મોટો પ્રોડ્યુસર નથી અને તમને લોન્ચ કરવા માટે કોઈ તૈયાર બેઠું નથી, ત્યારે તમારે માત્ર વિશ્વાસના આધારે પોતાની ઇકોસિસ્ટમ ઊભી કરવી પડે છે. પહાડ સામે ઊભા રહીને પણ કહેવું પડે કે ‘ચાલો, આપણે આ કરી બતાવીશું.’” રાઘવે જણાવ્યું કે જે આજે જ્યાં પહોંચ્યો છે ત્યાં પહોંચવામાં તેને ૧૬ વર્ષ લાગ્યા છે. “આ સફર ત્યારે જ શક્ય બને જ્યારે તમે અશક્ય લાગતી વસ્તુઓમાં પણ વિશ્વાસ રાખો.
થોડા ‘ડેલુલુ’ (ભ્રમમાં જીવવું) બનવું પડે. જો તમે પોતાની જાતને મજબૂત નહીં બનાવો તો ઇન્ડસ્ટ્રીમાં કોઈ તમારી તરફ ધ્યાન પણ નહીં આપે.” રાઘવે કહ્યું કે ‘ભાઈ તેરા સ્ટાર હૈ’ કરવાનું મુખ્ય કારણ તેની અલગ અને પ્રયોગાત્મક રજૂઆત છે. તેણે કહ્યું, “આ એવી ફિલ્મ નથી જે વર્ષાેથી આપણે જોતા આવ્યા છીએ. આ નવી, તાજગીભરી અને ઘણી પ્રયોગાત્મક છે. મેં ક્યારેય બીબાંઢાળ કોમેડીનો રસ્તો પસંદ કર્યાે નથી.” રાઘવના મતે પ્રિયદર્શનની ફિલ્મો બાદ હિન્દી સિનેમામાં શુદ્ધ કોમેડીનું સ્થાન થોડું ખાલી થઈ ગયું છે. તેણે ઉમેર્યું કે ગંભીર ફિલ્મો કરવા છતાં કોમેડી તેનો સૌથી પ્રિય અને સૌથી મુશ્કેલ પ્રકાર છે, કારણ કે “કોમેડી સંપૂર્ણપણે ટાઈમિંગ અને રિધમની રમત છે.”
પોતાની વ્યક્તિગત સફર વિશે રાઘવે જણાવ્યું કે હવે તે પહેલા કરતાં વધુ પરિપક્વ બન્યો છે. તેણે કહ્યું, “દસ વર્ષ પહેલાં હું ઘણો ઉતાવળિયો અને અવ્યવસ્થિત હતો. આજે હું વધુ સજાગ છું. જીવને મને શીખવ્યું છે કે શું બોલવું, ક્યારે બોલવું અને શા માટે બોલવું. મારી ૧૬ વર્ષની કારકિર્દીમાં આ પહેલીવાર છે જ્યારે મેં પોતાના માટે જન્મદિવસની પાર્ટી રાખી.” કોમેડીથી ભરપૂર ‘ભાઈ તેરા સ્ટાર હૈ’ ૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.SS1
