Western Times News

Gujarati News

અભિનેતા આમિર ખાનના લગ્ન વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ

અભિનેતા પર રાખ્યું ૫ કરોડનું ઈનામ

જે ધર્મમાં આપણા દેવી-દેવતાઓની પૂજા હરામ છે, તે આપણા ધર્મની દીકરીઓ કેવી રીતે લઈ શકે? ઃ પરમહંસ

મુંબઈ,મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેના એક નિવેદન બાદ નવો વિવાદ શરૂ થયો છે. તેમણે અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન અંગે ટિપ્પણી કરતા તેમને ‘લવ જીહાદના બ્રાન્ડ એમ્બેસેડર’ ગણાવ્યા હતા. હવે આ વિવાદમાં કૂદીને તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મંત્રીના નિવેદનને સમર્થન આપવાની સાથે આમિર ખાનને મારનાર માટે ૫ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી દીધી છે.

જગદગુરુ પરમહંસે આક્ષેપ કર્યાે હતો કે, ‘આમિર ખાને ત્રણ લગ્ન કર્યા છે અને ત્રણેય લગ્ન હિન્દુ મહિલાઓ સાથે કર્યા છે. આ ઉંમરે તે માત્ર લવ જીહાદનો સંદેશ આપવા માટે આવું કરી રહ્યો છે. મંત્રી નિતેશ રાણેએ જે કહ્યું છે તે કોઈ આક્ષેપ નથી પરંતુ હકીકત છે અને આવા લોકોને જ્યાં પણ મળે ત્યાં મારી નાખવા જોઈએ.’તેમણે આગળ વાત કરતા કહ્યું કે, ‘આ લોકો સમાજના મોટા ગુનેગારો છે જેઓ પરસ્પર સૌહાર્દ બગાડવા અને લવ જીહાદને પ્રોત્સાહન આપવા માટે ષડયંત્ર રચી રહ્યા છે.

હું પણ ૫ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરું છું.જે કોઈ પણ આમિર ખાનને ટપકાવી દેશે, તેનો જે પણ કાનૂની ખર્ચ થશે તે અમે આપીશું અને તેના પરિવારને ૫ કરોડ રૂપિયા આપીશું. જો આવા ૧૦૦-૨૦૦ લોકોને પતાવી દેવામાં આવે તો લવ જીહાદ પૂરી રીતે બંધ થઈ જશે.’તપસ્વી છાવનીના પીઠાધીશ્વરે સખત શબ્દોમાં કહ્યું કે, જે ધર્મમાં આપણા દેવી-દેવતાઓની પૂજા હરામ છે, તે આપણા ધર્મની દીકરીઓ કેવી રીતે લઈ શકે? આવા લોકોને જીવતા છોડવા જ ખોટા છે. હું ખુલ્લેઆમ કહી રહ્યો છું કે, જે દિવસે આમિર ખાનને કોઈ ટપકાવી દેશે, તે જ દિવસે ૫ કરોડ રૂપિયા તેના ઘરે પહોંચી જશે.’SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.