Western Times News

Gujarati News

જંબુસર પાલિકાના મહિલા પ્રમુખના પતિનો ચીફ ઓફિસર ઉપર હુમલો.

પોલીસને લેખિત અરજી બે મહિના પહેલા આપી હતી

ચીફ ઓફિસરને બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ વધી જતાં જંબુસર રેફરલ બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા.

(વિરલ રાણા) ભરૂચ,
જંબુસર નગર પાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ બે મહિના પહેલા વ્યક્ત કરેલી દહેશત અને પોલીસને આપેલી લેખિત અરજી પાલિકા પ્રમુખ અને તેમના પતિએ સાચી ઠેરવીને બતાવી છે.કારણ કે જંબુસર નગર પાલિકામાં ભાવનાબેન રામી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સત્તાનું સુકાન તેમના પતિ ભાવેશ રમીએ સંભાળી લેવાના આક્ષેપ શરૂ થયા હતા.વિરોધ પક્ષ, કર્મચારીઓ અને ચી ઓફિસરે જંબુસર પોલીસ સ્ટેશન, મ્યુન્સીપલ કમિશ્નરને લેખિત રજૂઆતો કરતા પાલિકામાં પતિનું રાજ અને વહીવટને સમર્થન મળ્યું હતું.

ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ બે મહિના પેહલા જ જંબુસર પોલીસને લેખિત અરજી આપી હતી.જેમાં જણાવ્યું હતું કે, પાલિકા પ્રમુખ ભાવનાબેન રામી અને તેમના પતિ ભાવેશ રામીથી તેમને શારીરિક જોખમ રહેલું છે.જેને લઈ પોતાને પોલીસ રક્ષણ આપવાની માંગ કરી હતી.છેલ્લા બે વર્ષથી પાલિકા પ્રમુખના પતિની દહેશતથી ચીફ ઓફિસર પાલિકા કચેરીએ ફરજ બજાવવા ફફડાટના માર્યા જતા ન હતા.તેઓ ગોડાઉનમાં ખુરશી નાખી ત્યાંથી જ પોતાનું કામ કાજ કરતા હતા.

મંગળવારે રસ્તેકાવા ભાગોલ ખાતે ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા પોતાના મિત્રની દુકાને બેઠા હતા.ત્યારે પાલિકા પ્રમુખના પતિ ભાવેશ ત્યાં આવી તેમના ઉપર હીંચકારો હુમલો કરી દીધો હતો. ઝપાઝપી અને મારા મારીમાં તેઓનો શર્ટ પણ ફાટી ગયો હતો.તો ચોફ ઓફિસરની તબિયત લથડતા તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં.ચીફ ઓફિસરને એમ્બ્યુલન્સમાં જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં મહિલા પ્રમુખના પતિ ભાવેશ રામીના ભય અને ગભરાટથી યોગેશ ગણાત્રાનું બ્લડ પ્રેશર વધી જવા સાથે ડાયાબીટીસ પણ હાય થઈ જતા તેમને તાત્ત્કાલિક વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા હતા.

સુશાસન અને શિષ્ટની પ્રેહરી ભાજપ પાલિકા પ્રમુખના પતિની આ હરકત સામે શુ પગલાં લે છે તે જોવું રહ્યું. હાલ તો જંબુસર પોલીસે ચીફ ઓફિસરનું નિવેદન લીધા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે.તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા શાકિર હુસેન મલેકે જણાવ્યું હતું કે હુમલો થયો ત્યારે ભાવેશ રામી સાથે પાલિકા પ્રમુખ ભાવનાબેન પણ હતા.ક્યાં કારણોસર હુમલો કરાયો તે વિગતો બહાર આવી નથી.પણ હુમલામાં ચીફ ઓફિસરનો શર્ટ પણ ફાટી ગયો હતો અને તેઓ હુમલા બાદ ખૂબ જ ગભરાઈ જતા તબિયત વધુ બગડી હતી.

જંબુસર કાવા ભાગોળ ખાતે મિત્રની દુકાને બેઠેલા ચીફ ઓફિસર ઉપર પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં પતિ ભાવેશ રામી દ્વારા કહેવાતા જીવલેણ હુમલામાં હાલ ચીફ ઓફિસરનો મોબાઈલ લાગતો ન હોય વધુ વિગત બહાર આવી રહી નથી.પોલીસ પાસે પણ ચીફ ઓફિસરનું નિવેદન લેવાયું ન હોય તે પણ ઘટનાથી હજી પુરી રીતે વાકેફ નથી.ત્યારે કાવા ભાગોળ આસપાસ રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મળતા સમગ્ર હિક્ક્ત બહાર આવી શકશે તેમ ચર્ચાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.