જસલીન મથારૂ દુલ્હન બની જલોટા સાથેની તસવીરો વાયરલ
મુંબઈ: બે વર્ષ પહેલા બિગ બોસની ૧૨મી સીઝનમાં ભજન સમ્રાટ અનુપ જલોટાની ગર્લફ્રેન્ડ બનીને ઘરમાં એન્ટ્રી લેનારી જસલીન મથારૂએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
જો કે, શોના અંતમાં સિંગરે ખુલાસો કર્યો હતો કે, તે એક મજાક હતી અને તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા નથી. હકીકતમાં તો જલસીન તેમની વિદ્યાર્થિની છે. જસલીન મથારૂએ ઈન્સ્ટાગ્રામ પર હાલમાં બે એવી તસવીરો શેર કરી છે.
જેના કારણે તે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. તસવીરોમાં તે બ્રાઈડલ અવતારમાં અનુપ જલોટા સાથે જોવા મળી રહી છે. આ તસવીરો પાછળની હકીકત જાણવા માટે ફેન્સ આતુર થયા છે.
કેટલાક ફેન્સ જસલીન અને અનુપ જલોટાને ‘શાદી મુબારક’ કહી રહ્યા છે…તો કેટલાક પૂછી રહ્યા છે કે, ‘આ ક્યારે થયું?’. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી નવી તસવીરોમાં જસલીને પિંક કલરના આઉટફિટ પહેર્યા છે.
જ્યારે અનુપ જલોટાએ ક્રીમ કલરની શેરવાની પહેરી છે. આ બંનેના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તસવીરો તેમની અપકમિંગ ફિલ્મ ‘યે મેરી સ્ટુડન્ટ હૈ’ની છે.
હાલમાં એક્ટર-સિંગર જસલીન ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ભોપાલના ડોક્ટર અભિનિત ગુપ્તા સાથેના લગ્ન કેન્સલ કરી દીધા હતા. જસલીન જ્યારે અભિનિતના ગળાડૂબ પ્રેમમાં હતી
ત્યારે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે, હું ખુશ છું. હું મારા ભાઈ સાથે ભોપાલ ગઈ હતી અને ત્યાં ૧૫ દિવસ રોકાઈ હતી. હકીકતમાં તો અમારા બંનેની મુલાકાત મારા ગુરુ અનુપ જલોટાના કારણે થઈ હતી’.
જેના થોડા દિવસ બાદ જસલીને લગ્ન કેન્સલ કર્યા હોવાનું સામે આવ્યું હતું. તેણે લગ્ન રદ્દ કરવા પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે, ‘અમારી કુંડળી મળતી નથી અને મારા માતા-પિતા કુંડળીમાં ખૂબ વિશ્વાસ રાખે છે.
હું ક્યારેય પણ તેમના ઈચ્છા વિરુદ્ધ નહીં જાઉં. ખાસ કરીને લગ્ન તો તેમના આશીર્વાદ વિના નહીં જ કરું. હું તેમને કોઈપણ પ્રકારની ચિંતા કરાવવા માગતી નથી.
બીજું એ કે મને અહેસાસ થયો છે કે અમારા સ્વભાવ પણ એકબીજાથી ખાસ્સા અલગ છે. તેના ડિવોર્સ પણ લાંબી પ્રક્રિયા છે એટલે બધા ચોકઠા ગોઠવાતા નહોતા. એવું કહી શકાય કે અમે એકબીજા માટે બન્યા જ નથી.