Western Times News

Gujarati News

જાણીતી કન્નડ ટીવી એક્ટ્રેસ સૌજન્યાએ આત્મહત્યા કરી

બેંગલુરુ, ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રી માટે આઘાતજનક સમાચાર આવ્યા છે. કન્નડની જાણીતી ટીવી એક્ટ્રેસ સૌજન્યાએ આત્મહત્યા કરી હતી. એક્ટ્રેસની લાશ બેંગલુરુ સ્થિત ઘરમાંથી મળી આવી હતી. પોલીસે શરૂઆતની તપાસમાં જણાવ્યું હતું કે રૂમનો દરવાજાે અંદરથી બંધ હતો. Kannada TV Actress Soujanya Suicide: Hangs Herself to Death Police registers suicide case

જ્યારે દરવાજાે તોડવામાં આવ્યો ત્યારે એક્ટ્રેસની લાશ પંખા સાથે લટકતી હતી. એક્ટ્રેસની પગના ટેટૂના નિશાન પરથી ઓળખ કરવામાં આવી હતી. રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. સૌજન્યાની ડેડબોડીને રાજેશ્વરી મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

સૌજન્યા બેંગલુરુના દક્ષિણી જિલ્લામાં કુંબલગોડુના એક અપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. સુસાઇડ નોટમાં સૌજન્યાએ કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. સૌજન્યાએ સુસાઇડ નોટમાં કહ્યું હતું કે તેને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક બીમારી હતી અને તે આ અંગે કોઈની સાથે વાત કરી શકે તેમ નહોતી તેણે સારવાર પણ કરાવી હતી, પરંતુ તેનાથી કોઈ ફેર પડ્યો નહીં.

આથી જ તેણે આત્મહત્યા કરાવનું નક્કી કર્યું. વધુમાં સૌજન્યાએ સુસાઇડ નોટમાં કહ્યું હતું કે તે પરિવારની માફી માગે છે, કારણ કે તેણે આત્મઘાતી પગલું ઉઠાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સૌજન્યા મૂળ રીતે કોડગુ જિલ્લાના કુશલનગરમાં રહેતી હતી. તેણે ૨૭ સપ્ટેમ્બરના રોજ સુસાઇડ નોટ લખી હતી અને ત્રણ દિવસ બાદ આત્મહત્યા કરી હતી.

પોલીસ આ કેસમાં સૌજન્યાના પેરેન્ટ્‌સ તથા મિત્રોની પૂછપરછ કરી છે. પોલીસ જાણવા માગે છે કે આત્મહત્યા માટે સૌજન્યાને કોઈ દુષ્પ્રેરણા આપી તો નહોતી ને? સૌજન્યાએ કન્નડની જાણીતી સિરિયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તે ‘ચૌકટ્ટુ’ તથા ‘ફન’માં જાેવા મળી હતી. કન્નડ ઇન્ડસ્ટ્રી માટે આ સમાચાર આઘાતજનક છે.

થોડાં સમય પહેલાં જયશ્રી રમૈયાએ આત્મહત્યા કરી હતી. જયશ્રી ડિપ્રેશનમાં હતી. આ વર્ષની શરૂઆતમાં ‘બિગ બોસ કન્નડ’ ફૅમ ચૈત્ર કૂટુરે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.