Western Times News

Gujarati News

જેસન રોય ખસી જતાં ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડ્યો

મુંબઈ, આઈપીએલસિઝન ૧૫ શરૂ થવામાં હવે ટૂંક સમય જ બાકી રહ્યો છે. આ ટુર્નામેન્ટ ૨૬ માર્ચથી શરૂ થશે. આ વખતે આઈપીએલમાં ૧૦ ટીમો ભાગ લઈ રહીછે. તમામ ટીમને ૨ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે, જેના કારણે આ વખતે આઈપીએલખૂબ જ રોમાંચક બની રહેવાની છે.

આઈપીએલટુર્નામેન્ટ સાથે જાેડાયેલી બે નવી ટીમો લખનઉ સુપર જાયન્ટ્‌સ અને ગુજરાત ટાઇટન્સે પણ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પરંતુ હાલ હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સને એક સૌથી મોટો ઝટકો લાગ્યો છે. આઈપીએલશરૂ થાય તે પહેલા જ ગુજરાતની ટીમ માટે ટેન્શન વધી ગયું છે.

આઈપીએલ ૨૦૨૨ મેગા ઓક્શનમાં તમામ ટીમોએ જાેરદાર બોલી લગાવી હતી જેથી ટીમમાં કોઈ કમી ન રહે. ગુજરાત ટાઇટન્સે પણ એકથી એક ચઢીયાતા ખેલાડીઓ ખરીદ્યા, તેમ છતાં ટીમનું સંતુલન બગડ્યું છે. મેગા ઓક્શનમાં ગુજરાતે ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને ૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટીમને તેની પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ જેસન રોયે આઈપીએલ ૨૦૨૨માંથી ખસી ગયો છે. ક્રિકઇન્ફોના સમાચાર મુજબ, જેસન રોયે ગત અઠવાડિયે જ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાની ફ્રેન્ચાઇઝીને જાણ કરી છે.

પ્રથમ વખત આઈપીએલનો ભાગ બનેલી ટાઇટન્સે જેસન રોયને ઓપનર તરીકે ટીમમાં સમાવ્યો હતો. ઓપનરના રૂપમાં ગુજરાત પાસે વધુ વિકલ્પ નથી. શુભમન ગિલ ટીમમાં ઓપનિંગ ખેલાડી તરીકે પહેલો વિકલ્પ છે પરંતુ હવે તેનો પાર્ટનર કોણ હશે તેની શોધ ટીમ માટે મોટો પડકાર બની ગઈ છે.

જેસન રોય માટે ગુજરાત ટાઇટન્સ આઈપીએલની ચોથી ટીમ હતી. અગાઉ તે ૨૦૧૭માં ગુજરાત લાયન્સ, ૨૦૧૮માં દિલ્હી ડેરડેવિલ્સ અને ૨૦૨૧માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. આમ જાેવા જઈએ તો આ પહેલીવાર નથી, આ બીજી વખત છે જ્યારે જેસન રોય આઈપીએલમાંથી ખસી ગયો છે.

આઈપીએલ ૨૦૨૦માં પણ જેસન રોયે અંગત કારણોસર ટૂર્નામેન્ટ છોડવાનો ર્નિણય લીધો હતો. તેને ૨૦૨૦માં દિલ્હી કેપિટલ્સે રૂ. ૧.૫ કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ અંગત કારણોસર તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જાે તે આઈપીએલમાં રમે છે, તો તેણે ઓછામાં ઓછા બે મહિના સુધી તેના પરિવારથી દૂર રહેવું પડશે અને તે એવું ઈચ્છતો નથી.

બાયો બબલ ખેલાડીઓ માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. બાયો બબલના કારણે ઘણા ખેલાડીઓ આઈપીએલમાંથી બહાર થઈ રહ્યા છે. આઈપીએલ ૨૦૨૧માં ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટને પ્રથમ હાફમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે રાજસ્થાન રોયલ્સ ટીમ છોડીને ઘરે ગયો હતો. બાયો બબલ પહેલા ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસન અને એડમ ઝમ્પા પણ આઈપીએલમાંથી ખસી ગયા છે.

ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે બાયો બબલના કારણે આ વખતે આઈપીએલની હરાજી માટે પોતાનું નામ પણ મોકલ્યું ન હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.