Western Times News

Gujarati News

યુક્રેનની આઝાદી માટે રશિયા જેવી મહાસત્તા સાથે ટક્કર લેતા યુક્રેનના પ્રમુખના શબ્દોએ ઇન્દિરા ગાંધીની યાદ તાજી કરાવી દીધી?!

ઇન્દિરા ગાંધી ૧૯૭૧માં પાકિસ્તાન સામેની લડાઈમાં મજબૂત મનોબળ અને માનવતાવાદી અપીલના સંદર્ભમાં બાંગ્લાદેશના આઝાદીના લડવૈયાઓને મદદ કરી.

તસવીર યુક્રેન ની રાજધાની તથા પ્રમુખ વોલોદમીર ઝેલેન્સકી ના નિવાસસ્થાન ની છે! પ્રમુખે યુક્રેનની આઝાદી બચાવવા માટે અને વૈચારિક સ્વતંત્રતા માટે પોતાના દેશ માટે લડવા નો નિર્ધાર જાહેર કર્યા પછી ફ્રાંસ અને જર્મની તથા નાટો ના અન્ય દેશોએ યુક્રેન ના પ્રમુખ ની અપીલ પર આધુનિક શસ્ત્રો મોકલ્યા છે.

પરંતુ આ ર્નિણય પણ નાટોના દેશોએ ઘણો મોડો કર્યો છે! કારણ કે આ ફક્ત વિસ્તારવાદી ની લડાઈ નથી પણ લોકશાહી મૂલ્યો, માનવ અધિકાર અને નાગરિક સ્વાતંત્ર્ય માટેની લડાઈ છે જેમાં લોકશાહી આદર્શોમાં શ્રદ્ધા ધરાવતા અને લોકશાહી મુલ્યો ની રખેવાળી કરતા હોવાનો સૈધાંતિક દાવો કરતાં દેશોએ એક થઈને યુક્રેનની પડખે ઊભી રહીને રક્ષણ કરવું જાેઈએ

ડાબી બાજુ ની ઈનસેટ તસવીર યુક્રેન ના પ્રમુખ વોલોદમીર ઝેલેન્સકીની છે તેમણે આઝાદી માટે છેલ્લી ક્ષણ સુધી લડવાની વાત મૂકીને પશ્ચિમના દેશો ને જ નહીં સમગ્ર વિશ્વના લોકોને વિચારતા કરી મુકયા છે આ રીતે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ની પ્રતિષ્ઠા નો આંક દુનિયાની નજરમાં ઘણો નીચે ઉતરી ગયો છે

આવી સ્થિતિમાં આજે દેશના અનુભવી જાણકારો ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને યાદ કરે છે!! ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી ૧૯૭૧માં પાકિસ્તાન સામેની લડાઈમાં મજબૂત મનોબળ અને માનવતાવાદી અપીલ ના સંદર્ભમાં બાંગ્લાદેશના આઝાદીના લડવૈયાઓને મદદ કરી.

બાંગ્લાદેશના લોકોની તરફેણમાં પાકિસ્તાન સામે યુદ્ધ છેડ્યું હતું એવું કહેવાય છે! અને એ વખતે અમેરિકાએ નહીં રશિયાએ ભારત મદદ કરી હતી પરંતુ રશિયન નેતૃત્વ જે તે સમયે આટલું વિસ્તાર વધારી રહ્યું નહતું એવું પણ મનાય છે ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને સમગ્ર પાકિસ્તાનની સેના ભારતના શરણે આવી હતી!!

ત્યારે ભારતની નીતિ વિસ્તારવાદી રહી નહોતી બલ્કે દેશમાં લોકશાહી બક્ષવા માટે ઐતિહાસિક સહકાર આપેલો!! અને શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ભારતરત્ન નો ખિતાબ હાંસલ કરેલો ખાલિસ્તાનવાદિ પ્રવૃત્તિ તોડી પાડી ભારત ની અખંડિતતા જાળવી હતી એટલું જ નહીં જૂથ નિરપેક્ષતા ને મજબૂત બનાવવામાં તેનો વિસ્તાર કરવામાં ઇન્દિરા ગાંધીને તટસ્થ દેશોના સમૂહના અધ્યક્ષ બનાવાયા હતા!!

શ્રીમતી ગાંધીના આખરી શબ્દો હતા ‘‘જાે હું રાષ્ટ્રની સેવા કરતાં, કરતાં ‘મૃત્યુ’ પામુ તો તેને હું મારું ગૌરવ ગણીશ મારા લોહીનું એક ટીપું રાષ્ટ્રના વિકાસ અને વૃદ્ધિ તથા દેશને મજબૂત બનાવવા સહભાગી નિવડશે તેવો મને વિશ્વાસ છે”!! અને શ્રીમતી ઇન્દિરા ગાંધી બાહોશ વ્યક્તિ સાથે રાષ્ટ્ર કાજે શહિદ થયા!

આજે રશિયાના દળો સાથે લોકોની આઝાદી માટે લડતા યુક્રેન ના પ્રમુખ વોલોદમીર ઝેલેન્સકી એ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી ની યાદ અપાવી દીધી કાલે જે કોઈ પરિણામ આવશે યુક્રેન દેશ અને તેની જનતા પોતાના દેશ માટે સ્વતંત્ર ર્નિણય કરવા ના હક્ક માટે લડીને વિશ્વ માટે દીવાદાંડીરૂપ બની રહેશે

વિસ્તારવાદી નેતાઓ દ્વારા ‘માનવતા’ પર થતો હુમલો દુનિયાના લોકો, ભારતના લોકો કઈ રીતે જાેશે એના પર માનવજાતના સ્વતંત્ર નો આધાર બની રહેશે. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

‘મુક્તિના વૃક્ષ ને સમયાંતરે દેશભક્તો અને અત્યાચારીઓના રક્તથી સીચવું પડે છે’ – થોમસ જેફરસન

અમેરિકા ના પ્રમુખ થોમસ જેફરસને સરસ કહ્યું છે કે ‘‘મુક્તિ ના વૃક્ષને સમયાંતરે દેશભક્તો અને અત્યાચારીઓના રકત થી સીચવું પડે છે એ જ તેનું કુદરતી ખાતર છે”!! જ્યારે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે ‘‘લડાઈ ચાલુ રહેવી જાેઈએ, એકવાર હારીએ કે હજારવાર આઝાદી ગુમાવી ન જાેઈએ”!!

સામાન્ય રીતે વિશ્વના વિસ્તારવાદી નેતાઓને લઇને તેમજ લોકશાહી વિચારધારા વિરુદ્ધના નેતૃત્વને લઇને વિશ્વમાં માનવીય સંવેદના, માનવતા અને માનવસ્વતંત્ર પર ખતરો ઉભો થયો છે જર્મની અને ફ્રાન્સ વચ્ચેના ઘર્ષણમાંથી ૧૯૧૪માં પ્રથમ વિશ્વ યુદ્ધ થયું! ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું!

અને ૧૯૩૯થી ૧૯૪૫ બીજું વિશ્વયુદ્ધ નેતૃત્વ ના અહંકાર સાથે અને બદલાની ભાવનાઓ સાથે લડાયું અને ‘માનવતા’ અને ‘નાગરિક સ્વાતંત્ર્ય’ હણાયું તેમાંથી વિશ્વના નેતાઓ કઈ શીખ્યા નથી એવા પ્રત્યાઘાતો મળી રહ્યા છે!! યુક્રેન અને રશિયા વચ્ચે નુ માનવભક્ષી યુદ્ધ વચ્ચે યુક્રેનની આઝાદી માટે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ જે હિંમત દર્શાવી છે

તે લોકશાહીનું નેતૃત્વ કરતા અને નાગરિક સ્વાતંત્ર્યની રખેવાળી કરતા રાષ્ટ્રના નેતાઓએ ઘણું સમજવાનું અને શીખવાનું છે આ પરિસ્થિતિમાં ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની યાદ તાજી થાય છે

વિશ્વના વિસ્તારવાદી અને લોકશાહી વિચારધારા વિરોધી નેતાઓ ને લઈને આ દુનિયા એ બે વાર વિશ્વયુદ્ધ જાેયું છે છતાં યુદ્ધ ને ટાળવામાં આવતું નથી?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.