ઝઘડિયામાં ખનીજની જપ્ત કરેલ ટ્રકો આડેધડ પાર્કિંગ કરી દેવાતા તાલુકા પંચાયત પાસે અવર જવર માટે મોટી સમસ્યા
ભરૂચ: ઝઘડિયા ટાઉનમાં પોલીસ અને સરકારના અન્ય વિભાગ દ્વારા જપ્ત કરાયેલ ખનીજના વાહનો આડેધડ તાલુકા પંચાયત પાસે પાર્કિંગ કરી દેતા અવર જવર માટે ભારે સમસ્યા ઉભી થઈ રહી છે.પાર્કિંગ કરાવનારને આ જાહેર રોડ છે એવો ખ્યાલ જ રહ્યો નહિ હોઈ તેવું પાર્કિંગ કરેલ વાહનોને જોતા માલમ પડે છે. પાર્કિંગ બાબતે પ્રજા પાસે થી હજારોનો દંડ વસુલતી ટ્રાફિક પોલીસ પોતેજ ટ્રાફિક નિયમોનું પાલન કરતી નથી
એવા કેટલા દાખલો જોવા મળે છે.પોલીસ કર્મીઓ જાતેજ ૩ સવારી બાઈકો પર જાય છે.ગમે ત્યાં પાર્કિંગ કરે છે.પરંતુ સરકારી બાબુઓને કહે કોણ ! સત્તા ની ધૂનમાં ધૂની બનેલા પોલીસ કર્મીઓ પણ નિયમો બાબતે બે ધ્યાન રહે છે.હાલમાં ઝઘડિયા પોલીસે ખનીજ વાહન કરતી કેટલીક ટ્રકો જપ્ત કરી પોલીસ મથકની બાજુમાં તાલુકા પંચાયત પાસે ડ્રાઈવરો પાસે પાર્ક કરાવી છે.
ટ્રકો એવી રીતે પાર્ક કરી છે કે આ મુખ્ય રોડ પરથી કર લઇ પસાર થવું હોઈ તો ભારે સમસ્યા નડે છે.ટ્રકો એવી રીતે પાર્ક કરાવ્યા છે કે કોઈ ટ્રાફિકના નિયમો નહિ જાણતો વ્યક્તિ પણ આવી રીતે પોતાનું વાહન પાર્ક નહિ કરે.ત્યારે આ તો ટ્રાફિક નિયમોની અમલવારી કરવાનાર પોલીસ છે એ કઈ રીતે આવું પાર્કિંગ કરાવે તે સમજવું કઠિન લાગી રહ્યું છે.