ટાટા કેમિકલ્સને સતત ત્રીજા વર્ષે CII દ્વારા ભારતની ટોપ 25 મોસ્ટ ઇનોવેટિવ કંપનીઓમાં સ્થાન મળ્યું
મુંબઈ, ટાટા કેમિકલ્સને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્સ્ટ્રી (CII) દ્વાર ટોપ 25 મોસ્ટ ઇનોવેટિવ કંપનીઓમાં સ્થાન મળ્યું છે. આ એવોર્ડ તમામ પ્રકારની નવી પ્રક્રિયાઓ, ઉત્પાદનો, સેવાઓ, ટેકનોલોજીઓ, ઇનોવેશન અને અભિગમોનું મૂલ્યાંકન કરે છે, જેનાથી વ્યવહારિક પરિણામો મળ્યાં છે. આજે DST-CII ટેકનોલોજી સમિટ 2021ની 27મી એડિશન દરમિયાન વર્ચ્યુઅલ એવોર્ડ સમારંભમાં ‘CII ઇન્ડસ્ટ્રિયલ ઇનોવેશન એવોર્ડ્ઝ 2021’ સાથે ટાટા કેમિકલ્સનું સન્માન કરવામાં આવ્યું છે.
CIIના પૂર્વ પ્રમુખ અને ચેરમેન શ્રી ક્રિસ ગોપાલક્રિષ્નને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ ડો. એસ ચંદ્રશેખર સાથે વર્ચ્યુઅલ સમારંભમાં ટાટા કેમિકલ્સને એવોર્ડ એનાયત કર્યો હતો.
આ એવોર્ડ પર ટાટા કેમિકલ્સની એમડી અને સીઇઓ શ્રી આર મુકુંદને કહ્યું હતું કે,“ઇનોવેશનમાં CII ફોર એક્સલન્સ દ્વારા આ એવોર્ડ મળવા અને સતત ત્રીજા વર્ષે ટોપ 25 ઇનોવેટિવ કંપનીઝ વચ્ચે સ્થાન મેળવ્યું છે. અમે વિજ્ઞાન દ્વારા સમાજને સેવા કરવાના અમારા અભિયાનના મુખ્ય પિલર તરીકે વિવિધ ઇનોવેશન, ડિજિટાઇઝેશન અને સસ્ટેઇનેબિલિટી વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખીશું. આ એવોર્ડ સસ્ટેઇનેબ્લ, ઇનોવેટિવ અને વિજ્ઞાન-સંચાલિત કંપની તરીકે વધારે મજબૂત કંપની તરીકે બહાર આવવાની અમારી કટિબદ્ધતાનો પુરાવો છે.”
ટાટા કેમિકલ્સ એના ગ્રાહકોને મૂલ્ય પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. અત્યારે કંપની ભારતમાં ઇનોવેશન અને આધુનિકતા માટે ચાર કેન્દ્રો ધરાવે છે, જેમાં રેલીસ ઇનોવેશન કેમિસ્ટ્રી હબ (RICH) અને એગ્રિ-બાયોટેક R&D સુવિધા બેંગાલુરુમાં સ્થિત છે. અન્ય બે કેન્દ્રો – પૂણેમાં ટાટા કેમિકલ્સ ઇનોવેશન સેન્ટર અને મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ R&D સેન્ટર છે.
આ કેન્દ્રો બેસિક કેમિસ્ટ્રી સાયન્સિસ, એગ્રોસાયન્સિસ, ન્યૂટ્રિશનલ સાયન્સિસ વિજ્ઞાન અને મટિરિયલ સાયન્સિસની વૃદ્ધિને ટેકો આપવા ટેકનોલોજી અને ઇનોવેશન માટેનું કેન્દ્ર છે. અત્યારે આ કેન્દ્રો ફૂડ, નેનોટેકનોલોજી અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં 20થી વધારે પ્રોજેક્ટ પર કામ કરે છે.
વર્ષોથી CIIઇન્ડસ્ટ્રિયલ ઇનોવેશન એવોર્ડ્ઝથી 179 કંપનીઓને તેમના સંબંધિત ઔદ્યોગિક ક્ષેત્રો અને સેગમેન્ટમાં ઇનોવેશનની ચેમ્પિયન તરીકે સન્માનિત કરવામાં આવી છે. આ ઇનોવેશન એવોર્ડ વિજેતા કંપનીઓ માટે વ્યવસાયિક તકોની વૃદ્ધિમાં ચાવીરૂપ ભૂમિકા પણ ભજવે છે.
એવોર્ડ સમારંભમાં મોટી, મધ્યમ અને નાની કંપનીઓએ ગયા વર્ષમાં પરિવર્તનકારક વૈશ્વિક કક્ષાના ઇનોવેશન પ્રદર્શિત કરવા ભાગ લીધો હતો. સંસ્થાએ એન્ટરપ્રાઇઝ ઇનોવેશન મેચ્યોરિટી ફ્રેમવર્ક બનાવ્યું છે, જે CII ઇન્ડસ્ટ્રિયલ ઇનોવેશન એવોર્ડ માટે અરજી કરતી કંપનીઓના મૂળભૂત મૂલ્યાંકનનો પાયો છે.