Western Times News

Gujarati News

6,555 કરોડના ખર્ચે તૈયાર થશે, 130 કિમી.નો મેરઠથી બદાયૂં સુધી ગંગા એક્સપ્રેસવે

IRB ઇન્ફ્રાને ઉત્તરપ્રદેશમાં આગામી ગંગા એક્સપ્રેસવે BOT પ્રોજેક્ટના ગ્રૂપ 1 માટે UPEIDAપાસેથી લેટર ઓફ એવોર્ડ મળ્યો

·         પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 6,555 કરોડ છે, જેમાં રૂ. 1,746 કરોડની સહાય સામેલ છે
·         અત્યારે સુધી IRBને પ્રાપ્ત થયેલી સૌથી મોટી BOT એસેટ
·         ટ્રાફિક લિન્ક એક્ષ્પાન્ડેબ્લ કન્સેશન પીરિયડ 36 વર્ષ સુધીનો, જેમાં નિર્માણના 3 વર્ષ સામેલ છે
·         ગંગા એક્સપ્રેસવે મેરઠથી પ્રયાગરાજને જોડતો 6 લેન (8 લેન સુધી એક્ષ્પાન્ડેબ્લ) 594 કિલોમીટરની લંબાઈ ધરાવતો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે

મુંબઈ, ભારતની અગ્રણી અને સૌથી મોટી હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટોલ રોડ ડેવલપર્સ પૈકીની એક IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડને ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA) પાસેથી ઉત્તરપ્રદેશમાં પ્રતિષ્ઠિત ગંગા એક્સપ્રેસવે ગ્રીનફિલ્ડ BOT પ્રોજેક્ટના ગ્રૂપ 1ને વિકસાવવા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. UPEIDA ઉત્તરપ્રદેશમાં પ્રોજેક્ટના વિકાસ પર નજર રાખવાની જવાબદારી ધરાવતી નોડલ એજન્સી છે.

કંપની પ્રોજેક્ટના ચાર ગ્રૂપ પૈકી ગ્રૂપ 1 અંતર્ગત મેરઠથી બદાયૂં સુધી 129.700 કિલોમીટરના પટ્ટાને વિકસાવશે, જેનો ખર્ચ રૂ. 6,555 કરોડ છે. પ્રોજેક્ટ ડિઝાઇન, બિડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (DBFOT) મોડલને આધારે વિકસાવવામાં આવશે, જેમાં ટ્રાફિક સાથે જોડાયેલો વધારી શકાય એવો કન્સેશન ગાળો 36 વર્ષનો છે, જેમાં નિર્માણના 3 વર્ષ સામેલ છે.

આ અંગે IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિરેન્દ્ર ડી મ્હાઇસ્કરે કહ્યું હતું કે, “અમને આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ માટે લેટર ઓફ એવોર્ડ મળવાની ખુશી છે. આ ઉત્તરપ્રદેશમાં અમારો ત્રીજો પ્રોજેક્ટ છે, જે આ ક્ષેત્રમાં અમારી ઇન-હાઉસ કુશળતા અને સંસાધનો સાથે મોટા BOT પ્રોજેક્ટનું મેનેજમેન્ટ કરવાની કુશળતાનો પુરાવો છે.

અમે છેલ્લાં બે દાયકાથી ભારતમાં વૈશ્વિક સ્તરનું સલામત અને ગુણવત્તાયુક્ત હાઇવેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં પથપ્રદર્શક અને ચાવીરૂપ ભૂમિકા ભજવીએ છીએ.” તેમણે ઉમેર્યું હતું કે, “અમે સલામતી અને ગુણવત્તાના ઊંચા ધારાધોરણો સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા અમારી ઉત્કૃષ્ટતા વધારવા કોઈ કચાશ નહીં રાખીએ, જેથી નિર્ધારિત સમયમર્યાદા મુજબ કાર્યરત થાય.”

IRB ઇન્ફ્રાએ ઉત્તરપ્રદેશમાં આશરે રૂ. 3,044 કરોડના ખર્ચ સાથે 124 કિલોમીટરની લંબાઈ ધરાવતા આગ્રા ઇટાવા BOT પ્રોજેક્ટને પૂર્ણ કર્યો છે અને કાર્યરત કર્યો છે તથા આ જ રાજ્યમાં આશરે રૂ. 3,345 કરોડના ખર્ચે 99 કિલોમીટરની લંબાઈ ધરાવતો હાપુર મોરાદાબાદ BOT પ્રોજેક્ટ પૂર્ણ કરવાના અને કાર્યરત કરવાના અંતિમ તબક્કામાં છે.

કંપનીના BOT પોર્ટફોલિયોમાં પ્રતિષ્ઠિત ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ સાથે કંપનીની કુલ ઓર્ડર બુક અત્યારે રૂ. 19,210 કરોડ છે, જેમાં રૂ. 12,677 કરોડની કન્સ્ટ્રક્શન ઓર્ડર બુક સામેલ છે, જેથી આગામી ત્રણ વર્ષમાં આવક જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.