Western Times News

Gujarati News

મને કોણ લાલચ આપી શકે, મે પહેરેલી ઘડીયાળ જ રૂ.૧પ લાખની છે !: કોગ્રેસના ઉમેદવાર

ખસી ગયાના પાંચ દિવસ પૂર્વે બામ પર કોર્ટે હત્યાના પ્રયત્નનો આરોપ લગાવ્યો હતો

(એજન્સી)ઈન્દોર, ઈન્દોર લોકસભા બેઠકો પર કોગ્રેસના અક્ષય ક્રાંંતિ બામે નાટકીય રીતે ઉમેદવારીપત્રક પરત ખેચતા તેના પર રૂપિયા લઈ બેસી જવાનો આરોપ લાગ્યો હતો. આ આરોપોને નકારતા તેણે જણાવ્યું હતું કે મે પહેરેલી ઘડીયાળ જ ૧પ લાખ રૂપિયાની છે, કોણ મને ખરીદી શકે. Congress’s Akshay Kranti Bam withdrew his nomination papers for the Indore Lok Sabha seats Election2024

બામે ર૯મી એપ્રીલના રોજ લીધેલા પગલાંના લીધે ઈન્દોરની લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી બિનહરીફ ચુંટાઈ આવ્યા છે.
બામ તે જ દિવસે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેની સાથે તેમણે ભાજપ સાથે કોઈ ડીલ હેઠળ જોડાયા હોવાની આરોપને નકાર્યો હતો.

બામે તેની એફીડેવીટમાં પપ.ર૮ કરોડની સંપત્તિની જાહેરાત કરી છે. તેમાં તેની ૧૪.૦પ લાખ રૂપિયાની કાંડા ઘડીયાળનો પણ સમાવેશ થાય છે. તેમણે કોગ્રેસના તે આરોપને નકારી કાઢયો હતો.કે ભગવા કેમ્પને ચુંટણીનો જ ડર લાગતો હોવાથી હવે તે સીધા તેના ઉમેદવારોને ઉઠાવી રહી છે.

અગાઉની ચુંટણીમાં બામે કોગ્રેસ પાસે ઈન્દોર-૪ ની વિધાનસભા બેઠક માંગી હતી. આ બેઠકને કોંગ્રેસ માટે અત્યંત મુશ્કેલ બેઠકોમાં એક ગણવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે આટલી મુશ્કેલ સીટ પર લડવા ઉત્સુક ઉમેદવારને પરાજયનો ડર કેવી રીતે હોય.

અહી રસપ્રદ વાત એ છે કે બામે ઉમેદવારીપત્ર પરત ખેચ્યુ તેના પાંચ દિવસ પહેલા ઈન્દોરની કોર્ટે તેના પર ર૦૦૭માં જમીન વિવાદના કેસમાં કલમ ૩૦૭ લગાવી હતી. કલમ ૩૦૭ હત્યાના પ્રયાસ બદલ લાગે છે. તેમાં તેમના પિતા અને બીજાને પણ ઉમેરવામાં આવ્યા હતા. કોર્ટે બામ અને બીજા લોકોને દસમી મેના રોજ હાજર થવા આદેશ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.