ટીમ ઇન્ડીયા બે મહિનાના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા રવાના
મુંબઇ, ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના બે મહીનાના પ્રવાસ પર રવાના થઇ ગઇ છે.આ પ્રવાસ કોવિડ ૧૯ મહામારી વચ્ચે થઇ રહ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સને રેકોર્ડ પાંચમા ખિતાબ અપાવનાર રોહિત શર્મા અને બેંગ્લુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીમાં ઇજાથી બહાર આવેલી રહેલ ઇશાત શર્મા બાદમાં ટીમથી જાેડાશે. આ બંન્ને ફકત ટેસ્ટનો હિસ્સો છે ભારતીય ટીમ ૨૭ નવેમ્બરથી ત્રણ વનડે,ત્રણ ટી ટવેન્ટી અને ચાર ટેસ્ટ મેચ રમીશે વનડે અને ટી ટવેન્ટી સીરજ ૨૭ નવેમ્બરથી આઠ ડિસેમ્બર વચ્ચે સિડની અને કેનબરામાં રમાશે.ટેસ્ટ સીરીજની શરૂઆત એડીલેડમાં ૧૭ ડિસેમ્બરથી ડે નાઇટ ટેસ્ટ મેચથી થશે
સુકાની વિરાટ કોહલીને પહેલી ટેસ્ટ મેચ બાદ પિતૃત્વ અવકાશની મંજુરી આપવામાં આવી છે તેની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરીના પહેલા અઠવાડીયામાં મા બનનાર છે ભારતીય ટીમ સિડની પહોંચશે તે ૧૪ દિવસ સુધી કવારંટાઇન રહેશે આ દરમિયાન જાે કે તેમને અભ્યાસ કરવાની અનુમતિ આપવામાં આવી છે.
વનડે સીરીજનો કાર્યક્રમ
પહેલી વનડે ૨૭ નવેમ્બર સિડની,બીજી વનડે ૨૯ નવેમ્બર સિડની,ત્રીજી વનડે ૧ ડિસેમ્બર માનુકા ઓવલ
ટી ટવેન્ટીનો કાર્યક્રમ પહેલી મેચ ૪ ડિસેમ્બર માનુકા ઓવલ બીજી મેચ ૬ ડિસેમ્બર સિડની,ત્રીજી મેચ ૮ ડિસેમ્બર સિડની
ટેસ્ટ મેચનો કાર્યક્રમ આ પ્રમાણે છે. પહેલી ટેસ્ટ ૧૭-૨૧ ડિસેમ્બર એડિલડ,બીજી ટેસ્ટ ૨૬૯-૩૧ ડિસેમ્બર મેલબર્ન,ત્રીજી ટેસ્ટ ૭-૧૧ જાન્યુઆરી સિડની,ચોથી ટેસ્ટ ૧૫-૧૯ જાન્યુઆરી બ્રિસબેન