Western Times News

Gujarati News

ભારત આસિયાન સંમેલન અંતરને વધુ ઓછું કરવાનું કામ કરશે

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વિયતનામી સમકક્ષ ગ્યુયેન તન જુંગની સાથે ૧૭માં ભારત આસિયાન શિખર સંમેલનની અધ્યક્ષતા કરી વર્ચુઅલ સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને આસિયાનની રણનીતિક ભાગીદારી આપણા સંયુકત એતિહાસિક ભૌગોલિક અને સાંસ્કૃતિક વિરાસત પર આધારિત છે.

મોદીએ કહ્યું કે આસિયાન હંમેશા આપણી એકટ ઇસ્ટ પોલિસીનું મૂળ રહ્યું છે.તેમણે કહ્યું કે ભારતની હિંદ પ્રશાંત મહાસાગર પહેલ અને આસિયાનના આઉટલુટ ઓન ઇડો પેસિફિકમાં ખુબ સમાનતાઓ છે.ઓનલાઇન માધ્યમથી થઇ રહેલ આ શિખર સંમેલનમાં તમામ ૧૦ આસિશાયન સભ્ય દેશોના નેતા ભાગ લઇ રહ્યાં છે.

સંમેલનને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે ભારત અને આસિયાન વચ્ચે ભૌતિક આર્થિક સમાજિક ડિઝીટલ નાણાં અને સમુદ્રી સંબંધોને મજબુત કરવા આપણા માટે ખુબ મહત્વપૂર્ણ વિષય છે ગત કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં અમે નજીક આવ્યા છે અને આ સંમેલન અંતરને વધુ ઓછું કરવાનું કામ કરશે.

દક્ષિણપૂર્વી એશિયાઇ રાષ્ટ્રોને સંગઠન આસિયાનને આ વિસ્તારનું સૌથી પ્રભાવશાળી સમૂહ માનવામાં આવે છે વર્તમાન સમયમાં ભારત ચીન જાપાન અને ઓસ્ટ્રેલિયા તેના સંવાદ ભાગીદાર છે આ શિખર બેઠક એવા સમયે છે જયારે પૂર્વ લદ્દાખમાં એલએસી પર ચીનની સાથે તનાવ જારી છે એટલું જ નહીં દક્ષિણી ચીન સાગરમાં પણ ચીનનું આક્રમણ વ્યવહાર જાેવા મળી રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.