Western Times News

Gujarati News

ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ, કાંસોની સફાઈ હાથ ધરી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આગામી દિવસોમાં ચોમાસું શરૂ થાય તે પહેલા જ ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને શહેરમાં આવેલી નાની – મોટી ૨૭ જેટલી કાંસોની સફાઈ આરંભી છે.

ભરૂચ શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ વિવિધ કાંસની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે.ભરૂચ શહેરમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે.

જેના નિવારણ માટે ભરૂચ પાલિકા દ્વારા શહેરની નાની અને મોટી ૨૭ જેટલી કાંસોની સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.ભરૂચના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે.ત્યારે પાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા વરસાદી કાંસોની સાફ-સફાઈ કરાવવા માટે લાખો રૂપિયા વેડફે છે.પરંતુ તેમ છતાં શહેરમાં પાણીનો ભરાવો જોવા મળે છે, ત્યારે આયોજન પૂર્વક આ કામગીરી કરવામાં આવે તો પાણીનો સીધો નિકાલ કરી શકાય તેમ છે. પાલિકા દ્વારા પોકલેન હિટાચી મશીનો, ત્નઝ્રમ્ મશીન સહિતના ઉપકરણો સાથે કાંસની સફાઈ કરવામાં આવી રહી છે.

જેમાં ૭૦ ટકા કામગીરી નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે.આવનારા સમયમાં ભરૂચ શહેરની જનતાને પાણી ભરાવા સહિતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે ભરૂચ પાલિકા દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.