તક્ષશિલા પાઠશાલા અંતર્ગત માય રિયલ હીરો અને યુગ પ્રવર્તક સ્વામી વિવેકાનંદ વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા યોજાઇ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગાયત્રી મંદિર ના હોલ માં તક્ષશિલા પાઠશાલા સંસ્થા દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું હતું.
જેમાં વિવિધ સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તક્ષશિલા પાઠશાલા ના સ્થાપક અધ્યક્ષ આશિત ભટ્ટે જણાવ્યું હતું કે આપણા જિલ્લા ના વિદ્યાર્થીઓ ભણવામાં હોંશિયાર પણ હસે, ઉત્તમ માર્ક થી પાસ પણ થતા હસે પરંતુ સિટી ના પાસ ક્લાસ વિદ્યાર્થીઓ વધુ સ્માર્ટ હોવા ને કારણે ઇન્ટરવ્યૂ માં કે ધંધામાં કે નોકરી માં આગળ હોય છે કારણ કે સિટી માં પહેલા ધોરણ થી ત્યાંના વિદ્યાર્થીઓ અનેક સ્પર્ધા માં ભાગ લેતા હોય છે, જેના કારણે તેમનો આત્મવિશ્વાસ ખુબ ઊંચો હોય છે.
તેથી જ તક્ષશિલા પાઠશાલા જિલ્લા માં આપણા વિદ્યાર્થીઓ માં પડેલી શુસુપ્ત શક્તિ ઓ ને બહાર લાવવા આવી સ્પર્ધા નું આયોજન થોડા થોડા સમયે કરે છે. આજ ની સ્પર્ધા બે વિભાગ માં હતી
જેના વિજેતાઓ ને ટ્રોફી અને સર્ટીફીકેટ વિતરણ મુખ્ય મહેમાન એવા પંચમહાલ જિલ્લા ના સહકારી આગેવાન અને સિટી કો- ઓપ બેંક ના ચેરમેન કે. ટી.પરીખ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગોધરા ના પ્રમુખ હીતેશ ભાઈ ભટ્ટ, દ્વારા આપવા માં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ ને નબર આપવાનું સૌ થી અઘરું કામ નૂતન હાઇસ્કૂલ ના પ્રિન્સીપાલ કુણાલ ભાઈ ત્રિવેદી અને તેમની ટીમે કર્યું હતું, તેમનું પણ પુસ્તક આપી ને સન્માન કરવા માં આવ્યું હતું.પહેલા વિભાગ ના વિજેતા વિદ્યાર્થી મિષ્ટી સોની,હર્ષ બારીયા, તન્મય બરાસરા,
અને બીજા વિભાગ ના વિદ્યાર્થીઓ એના પટેલ,જલ પટેલ,વીર સોનીઉપસ્થિતિમા તમામ વિદ્યાર્થીઓ એ તાળીઓ ના ગડગડાટ થી વિજેતાઓ ને વધાવી લીધા હતા. તેમજ સ્પર્ધા માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને ભાગલિધાનું સર્ટીફીકેટ આપવા માં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સંસ્થા ના અધ્યક્ષ આશિત ભટ્ટ નું ભગવદ્ ગીતા આપીને શંભુ પ્રસાદ શુક્લએ સન્માન કર્યું હતું.